Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ઓસમ ડુંગરની ટોચે જીવના જોખમે સેલ્ફી લેતા યુવકો :સુરક્ષા સબંધી વ્યવસ્થા આવશ્યક

 

યુવા વર્ગ પોતાના જીવની પણ પરવાહ કર્યા વિના સેલ્ફી લેતા નજરે પડતા હોય છે. આવા કંઇક દુશ્યો ધોરાજી નજીક આવેલા ઓસમ ડૂંગર પર જોવા મળ્યા હતા  અહીં મેળો ભરાયો છે ત્યારે ઓસમ ડુંગરની ટોચ પર કેટલાય યુવકો પોતાના જીવના જોખમે સેલ્ફી લેતા નજરે પડયા હતા.

 અહીં મહત્વની વાત તો છે કે અહીં સુરક્ષાને લઇને કોઇ ઇંતજામ કરવામા આવ્યા હતા. જેના કારણે કોઇપણ અહીં રીતે યુવકોને પોતાનો જીવ જોખમમાં મૂકવા માટે અટકાવે તેમ હતું.

(10:27 pm IST)