Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

હળવદના સરંભડા ગામની સીમમાં જમીનના ડખ્ખામાં ત્રણ શખ્શોએ ડોક્ટરને ફડાકા ઝીક્યાં:જાનથી મારી નાખવા ધમકી

 

હળવદના સરંભડા ગામની સીમમાં જમીન ડખ્ખામાં ત્રણ શખ્શોએ ડોક્ટરને ફડાકા ઝીંકી દઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે

અંગે મળતી વિગત મુજબ મોરબીના એવન્યુ પાર્કના રહેવાસી કાન્તિલાલ ગોવિંદભાઈ ઉધરેજા (ઉવ ૫૭) નામના ડોકટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે સરંભડા ગામની સીમમાં આવેલ વાડીએ આંટો મારવા ગયા હોય અને જમીનમાં દીવાની દાવો ચાલુ હોય જે મામલે આરોપી ચંદુ રાયસંગ કોળી, અમરશી કોળી અને અનીલ ગઢવીએ ગાળો આપી ફડાકા ઝીંકી ફરિયાદી તેમજ સાહેદ રાજેશને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે ત્રણેય આરોપી સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

(12:14 am IST)