Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

મોરબી આરોગ્ય કર્મચારી મંડળની બહેનોએ મંત્રી બ્રિજેશભાઈ મેરજાને રાખડી બાંધી.

મોરબી : આજે ભાઈ-બહેનના અતુટ પ્રેમના બંધન એવા રક્ષાબંધન પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આરોગ્ય વિભાગની બહેનોએ મંત્રીને રક્ષા સૂત્ર બાંધી તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી

મોરબી જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળની બહેનોએ આજે મોરબી-માળિયાના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઈ મેરજાને રાખડી બાંધી હતી રક્ષાબંધન પર્વ નિમિતે લોકલાડીલા ધારાસભ્ય અને મંત્રીને બહેનોએ રાખડી બાંધી હતી અને તેમના સ્વાસ્થ્ય તેમજ દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

(1:19 am IST)