Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

ધોરાજી નેશનલ હાઇ-વે ઉપર કારમાં દારૂ -બિયર સાથે ૩ ઝડપાયા

રાજકોટ,તા.૧૧:  જિલ્લા પોલીસ વડાઙ્ગ બલરામ મીણા ની સૂચનાથી જેતપુરના ડેપ્યુટી એસપી સાગર બાગમાંર ના માર્ગદર્શન હેઠળ ધોરાજી પોલિસ ઇન્સપેકટર હુકુમતસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારેઙ્ગ ધોરાજી ના જેતપુર રોડ નેશનલ હાઇવે પર વોચ રાખી ૫૭૯ બોટલ દારૂ-બિયર સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.

ડીવાયએસપી સાગર બાગમાર અને હૂકુમતસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફ્રાન્સ યોજી જણાવેલકેઙ્ગ જેતપુર રોડ નેશનલ હાઇવે આવકાર હોટલ નજીક દારૂની હેરાફેરી અંગે ખાનગી બાતમી મળતા સ્ટાફ સાથે વાહનોની તલાશી દરમિયાન ક્રેટા અને બોલેરો પિકઅપ વાન માં ૫૭૯ બોટલ દારૂ બિયર નો જથ્થો કિંમત રૂ. ૨,૪૬,૫૩૦/-મોબાઈલ નંગ ૩ બે વાહનો કિંમત રૂ. ૧૩ લાખ તેમજ ઝેડ ઝાલાવાડ ન્યૂઝ લખેલ માઇક્રોફોન કુલ મળી ૧૫,૭૧,૪૫૦ /- ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં વિપુલ ઉર્ફે પુનિત ઉર્ફે જોન્ટી રવજીભાઈ બગડા રે ઝાંઝમેર તા. ધોરાજી,(૨) પ્રકાશ ઉર્ફે કારો ભોવનભાઈ પારદ્યી,રે કાથરોટા તા.ઉપલેટા,(૩) સાગરઅરવિંદભાઈ વિંઝુડા રે. પારડી તા.લોધિકાત્રણેય આરોપીની અટકાયત કરી હતી. ડેપ્યુટી એસપી સાગર બાગમાર એ જણાવેલકે પત્રકારના ઓઠા હેઠળ અનેક ગેર કાયદે પ્રવૃત્ત્િ। ફૂલી ફાલી રહી છે. તેમજ આરોપી વિપુલ ઉર્ફે જોન્ટી વિરુદ્ઘ અગાઉ પાસા તેમજ ૨૩ જેટલા ગુના અલગ અલગ પોલીસ મથકે નોંધાયા છે.

ધોરાજી પોલીસે જન્માષ્ટમીના તહેવાર પર દારૂ અને જુગારની રેડ કરી સપાટો બોલાવી દીધો હતો.

ઈંગ્લીશ દારૂની રેડમાં ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર હુકુમતસિંહ જાડેજા પોલીસ હેડ કોસ્ટેબલ રમેશભાઈ બોદર ચંદ્રસિંહ વસેયા અનિરુદ્ઘ સિંહ ઝાલા પ્રદીપ સિંહ ચુડાસમા સહદેવ સિંહ ચૌહાણ જયારે પોલીસ સ્ટાફ રોકાયો હતો.

(12:57 pm IST)