Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

જુનાગઢના પાટલા ગામની સીમમાં જુગાર રમતા ૪ ઝડપાયા

ક્રાઇમ બ્રાંચના એસ.એ.બેલીમ, ડાયાભાઇ કરમટાને મળેલી બાતમી બાદ દરોડા

જુનાગઢ તા.૧૧: રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંગ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી રવિતેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચ ઇન્ચા. પો.ઇન્સ. આર.કે.ગોહિલ તથા પો.સ.ઇ. ડી.જી.બડવા તથા પો.સ્ટાફ સતત પ્રયત્નશીલ હોય. ક્રાઇમ બ્રાંચના પો.હેઙ કોન્સ. એસ.એ.બેલીમ તથા પો.કોન્સ. ડાયાભાઇ કરમટાને અગાઉથી સંયુકતમાં ખાનગીરાહે ચોક્કસ બાતમી હકિકત મળેલ કે ભેસાણ તાલુકાના પાટલા ગામની ડુંગર બાજુની સીમમાં આવેલ મુસાભાઇ હાસમભાઇ ગામેતીના કબ્જા ભોગવટાના ખેતરમાં આવેલ રહેણાંક મકાનમાં મુસાભાઇ હાસમભાઇ ગામેતી બહારથી માણસો બોલાવી ગંજીપત્તાના પાના વડે જુગારનો અખાડો ચલાવે છે. તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે ઉપરોકત જગ્યાએ રેઇડ કરતા પૈસા તથા ગંજીપત્તાના પાના વડે તીનપતી નામનો જુગાર રમતા સ્ત્રી-પુરુષ સહિત કુલ ૮ જુગારીઓને રોકડા રૂ.૨૯૦૬૦ તથા નાલના રૂ.૪૩૦ તથા મો.ફોન-૪ કિ.રૂ.૧૧૦૦૦ તથા મો.સા.૩ કિ.રૂ.૭પ૦૦૦ મળી કુલ રૂ.૧૧પ૪૯૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

પોલીસે (૧) મુસાભાઇ હામભાઇ દલ ગામેતી (ઉ.વ.૬૦) રહે. સાબલપર ગામ, દલ પ્રોવીઝન સ્ટોર પાછળ, જુનાગઢ, (૨) આમદભાઇ હસનભાઇ સોઢા ગામેતી (ઉ.વ.પ૩) રહે. કસ્તુરબાગ સોસાયટી દોલતપરા જુનાગઢ, (૩) હુસેનભાઇ હમીરભાઇ અબડા ગામેતી (ઉ.વ.૬૨) રહે. સાબલપુર ચોકડી ખોડીયાર મંદિર જનાગઢ, (૪) હાજીભાઇ રજાકભાઇ હેરજા પીંજારા (ઉ.વ.૩પ) રહે. સાબલપુર ગામ, રાજકોટ ટ્રાન્સપોર્ટની સામે જુનાગઢની ધરપકડ કરી છે.

(12:54 pm IST)