Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

જુનાગઢમાં વૃધ્ધના ગળા પર ગુપ્તી રાખી ૧૦ હજારની મત્તાની લૂંટ

પૈસા માંગતા નહિ આપતા બે શખ્સોએ લૂંટ ચલાવી

જુનાગઢ તા.૧ ૧: દુબળી પ્લોટ કૈલાસનગર શેરી નં.૧માં  રહેતા જીતેન્દ્રભાઇ હરકિશન દોશી (ઉ.વ.૬૩) નામના વૃદ્ધ મનુભાઇ નથવાણીની રાત્રે ૧૦.૩૦ના અરસામાં શહેરના દાતાર રોડ પર આવેલ આહિર કન્યા છાત્રાલય પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે નરેશ ઉર્ફે આકાશ ઉર્ફે ટીડો બાબુ સોલંકી અને સંદીપ ઉર્ફે કાલીયો નામના બે શખ્સો મોટર સાયકલ પર આવી ચડયા હતા.

આ ઇસમોએ જીતેન્દ્રભાઇ પાસે પૈસા માંગ્યા હતા. પરંતુ વૃદ્ધે પૈસા આપવાનો ઇન્કાર કરતા બંને ઇસમોએ જીતેન્દ્ર દોશીના ગળા પર ગુપ્તી જેવુ તીક્ષણ હથિયાર રાખી દઇ ધમકી આપી હતી.

બાદમાં નરેશ અને સંદીપ વૃદ્ધના ખિસ્સામાંથી રૂ.૬૦૭પની રોકડ રકમ અને રૂ.૪૦૦૦ની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂ.૧૦,૦૭પની માલમતાની લૂંટ ચલાવીને બંને જણા નાસી ગયા હતા.

આ અંગે એ-ડીવીઝન પોલીસ ફરિયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પી.એસ.આઇ. ચાવડા ચલાવી રહ્યા હતા.

(12:53 pm IST)