Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

વંથલી-માણાવદર-ર, જુનાગઢ-૧ાા, વાંસજાળીયા-૧ ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટા રૂપે વરસતો વરસાદ

રાજકોટ તા. ૧૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શ્રાવણના સરવડા વચ્ચે કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ વરસી જાય છે.

જુનાગઢ જીલ્લામાં આજે મેઘમહેર યથાવત છે. સવારે વંથલી અને માણાવદરમાં ર ઇંચ, જુનાગઢ દોઢ ઇંચ તથા મેંદરડા અને વિસાવદરમાં એક ઇંચ વરસાદ પડયો હતો.

જુનાગઢઃ સોરઠમાં સવારથી મેઘ મલ્હાર થયેલ છે. સવારમાં વંથલી અને માણાવદરમાં બે ઇંચ, જુનાગઢમાં દોઢ ઇંચ તેમજ મેંદરડા તથા વિસાવદરમાં એક ઇંચ વરસાદ થતા લોકોમાં ખુશી છવાઇ ગઇ છે.

છેલ્લા ર૪ કલાક દરમ્યાન જુનાગઢ જિલ્લામાં ર૧ મીમી વરસાદ નોંધાયો હતો પરંતુ આજે સવારથી મેઘાએ જિલ્લાભરમાં વરસાવાનું શરૂ કર્યું છે.

જુનાગઢમાં સવારનાં ૬ વાગ્યાથી મેઘો મંડાયો હતો અને સવારનાં ૧૦ થી ચાર કલાકમાં ૩૩ મીમી વરસાદ નોંધાયો હતો.

વિસાવદર ખાતે ૪૬ મીમી અને માણાવદર તાલુકામાં સવારે ૪૧ મીમી વરસાદ નોંધાતાં મોલાતને ફાયદો થયો છે.

સવારનાં ૬ થી ૧૦ દરમ્યાન કેશોદ પંથકમાં રર મીમી, ભેસાણ-૪ મીમી, મેંદરડા-ર૦, માંગરોળ-૮, માળીયા હાટીના તાલુકામાં ૧ર મીમી વરસાદ નોંધાયો હતો.

જિલ્લામાં અને આખો દિવસ મેઘાનો મુકામ રહે તેવી શકયતા છે.

જામનગર

જામનગરઃ જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના વાંસજાળીયામાં એક ઇંચ તથા જામવાડી અને ધુનડામાં અડધો ઇંચ ભણગોર અને પીઠડમાં ઝાપટા પડયા છે.

ગોંડલ

ગોંડલઃ શહેરમાં આજે સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.

(11:57 am IST)