Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

ત્રંબામાં વડલા-ઉમરાના રોપાનું વાવેતરઃ ગામલોકોએ ઉછેરની જવાબદારી લીધી

ધારાસભ્ય સાગઠીયા, સરપંચ, ઉપસરપંચ સહિતના હાજર રહ્યા

રાજકોટઃ ત્રંબામાં ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા પક્ષીઓને ઉપયોગી એવા ઉમરો, વડલા સહિતના વૃક્ષો મોટી સંખ્યામાં ઉછેરવા આ વૃક્ષના રોપાઓનું મોટા પ્રમાણમાં સાર્વજનિક પ્લોટમાં રોપણ કરવામાં આવ્ું છે. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઇ શેખલીયા, સરપંચ નિતીનભાઇ રૈયાણી, ઉપસરપંચ મનુભાઇ નશીત, માજી સરપંચ મનુભાઇ ત્રાપસીયા, મુળજીભાઇ ખુંટ, ગ્રામ પંચાયતનો સભ્યો તેમજ ત્રંબાના જી. એન. જાદવ સહિતના હાજર રહ્યા હતાં. વૃક્ષોના જતનની જવાબદારી કલ્યાણ પાર્કના રહીશ મહેન્દ્રસિંહ જાડેજા તથા અન્ય લોકોએ સ્વીકારી છે.

(11:55 am IST)