Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

ઓખામાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે ચાર શિવ મંદિરો શિવ ભકતીમાં લીન બન્યા

ઓખા : મંડળના નાગેશ્વર જયોતીંલીંર્ગ સાથે તમામ શિવ મંદિરોમાં ભકિતના ઘોડાપુર ઉમટયા હતાં. તેમાં યે ઓખામાં આવેલા અનોખા ચાર શિવાલયોમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે દર વખતની જેમ આ વખતે પણ શિવલીંગને અનોખા શ્રૃંગાર કરવામાં આવ્યા હતાં. જેમાં દરીયા કિનારે આવેલ માણેક પરિવાર સ્થાપીત વિરમેશ્વર મહાદેવ મંદિરમાં સપ્તરંગી રંગોળીના શ્રૃંગાર કરવામાં આવ્યા હતાં. અને પૂર્વ દીશાએ દરીયા કિનારે આવેલ રામેશ્વર મહાદેવને સાગરની રેતી છીપના શ્રૃંગાર તથા બજારમાં આવેલા ઉષેશ્વર મહાદેવ મંદિરે ફોલોના શ્રૃંગાર અને રેલ્વે એરીયામાં આવેલ કાલેશ્વર મહાદેવ મંદિરે સપ્તરંગી ફુલોના શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. આ દર્શનનો લાભ સરકારશ્રીની ગાઇડ લાઇન પ્રમાણે માસ્ક પહેરીને લીધો હતો. અને મહાદેવને આ કોરોના ના સંકટથી બચાવવા પ્રાર્થના કરી હતી. (તસ્વીર : અહેવાલઃ ભરત બારાઇ -ઓખા)

(11:54 am IST)