Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

કચ્છઃ રમવા બાબતે મમ્મીએ ઠપકો આપતાં ૧૩ વર્ષનો દીકરાએ ગળે ફાંસો ખાઘો

ભુજના માધાપર ગામે નજીવી બાબતે સગીર બાળકના આપઘાતના બનાવે સર્જી અરેરાટી

ભુજ,તા.૧૧: અત્યારે નાની ઉંમરના બાળકો અને યુવાનોના આપઘાતના વધી રહેલા બનાવો એ સૂચવે છે કે, આજની પેઢી માં સહનશકિત ઘટી રહી છે. સમયની સાથે નવી પેઢીમાં આવેલું માનસિક પરિવર્તન ચિંતાજનક છે. આવી જ એક ઘટનામાં સામાન્ય બાબતે સગીર બાળકે પોતાનો જીવ દઈ દીધો હતો. ભુજના માધાપર ગામે પોતાના મિત્રો સાથે રમવા ગયેલા વીર વિજયબહાદુર ગુપ્તા નામના ૧૩ વર્ષીય બાળક ઘેર મોડો આવતાં તેની માતાએ તેને ઠપકો આપ્યો હતો. મા દીકરા વચ્ચે નજીવી બાબતે ઘણીવાર નોકઝોક થતી રહે છે. પણ, ૧૩ વર્ષના સગીર વીરે રિસાઈને જમ્યા વગર ઉપર રૂમમાં જઈ ગળે ફાંસો ખાઈ લીધો હતો. સગીર બાળકે કરેલા આપઘાતના આ બનાવે અરેરાટી સર્જી છે.

(11:51 am IST)