Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

તુલસીશ્યામ તિર્થધામમાં જન્માષ્ટમી ઉત્સવ સંપૂર્ણ રદ્દ

દર્શન વિભાગ પણ બંધ હોય ભાવિકોને ઘરેથી જ ભગવાન શ્યામનું સ્મરણ કરવા કરાયો અનુરોધ

અમરેલી,તા. ૧૧: કોરોના સંક્રમણને ફેલાતું રોકવા ગીર મધ્યે આવેલા ઐતિહાસિક તુલસીશ્યામ તિર્થધામ ખાતે આ વર્ષે જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી સંપૂર્ણ બંધ રાખવા ટ્રસ્ટ મંડળ દ્વારા નિર્ણય લેવાયો છે.

તુલસીશ્યામ તિર્થધામ ખાતે જન્માષ્ટમી ઉત્સવ મુખ્ય પ્રસંગો પૈકીનો એક છે પરંતુ હાલ કોરોના વાયરસની મહામારી હોવાથી આ સ્થિતિમાં મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો એકત્ર થાય નહિ એ માટે જન્માષ્ટમી ઉત્સવ રદ્દ કરતો નિર્ણય ટ્રસ્ટીઓ દ્વારા લેવાયો છે. તેમ ટ્રસ્ટી પ્રતપભાઈ વરૂ (પૂર્વ ધારાસભ્ય)એ જણાવ્યું છે. ઉપરાંત હાલમાં મંદિરના દ્વાર માત્ર પૂજા આરતી પૂરતા જ ખુલે છે જેમાં માત્ર પૂજારી પૂરતી જ હાજરી હોય છે.ઙ્ગ હાલના સંજોગોમાં મંદિરે ભાવિકો એકત્ર થાય તે હિતાવહ નથી એ સંજોગોમાં અન્ય તમામ વિભાગો સાથે દર્શન વિભાગ પણ બંધ છે

જેથી ભાવિકોએ ભગવાન શ્યામના દર્શન અને સ્મરણ ઘરેથી જ કરવા તુલસીશ્યામ ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે.

(11:50 am IST)