Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

ભુજ મામલતદારે કોરોના ફેલાવવાનું કારણ શોધ્યું: લાઉડ સ્પીકર વગાડવાથી વધે છે સંક્રમણ

શ્રાવણ મહીનામાં દ્વિધામેશ્વર મહાદેવ માગેલી માઇકની મંજુરી બાબતે આપ્યું કારણ

ભુજ,તા. ૧૧: કોરોના ફેલાવવાની બાબતે સતત નવા નવા કારણો બહાર આવતા રહેતા હોઈ લોકો સતત દ્વિધામાં છે. તેઙ્ગ વચ્ચે ભુજના મામલતદારે વધુ એક નવું કારણ શોધ્યું છે.

ભુજમાંઙ્ગ કલેકટરના બંગલા નજીક આવેલ ઐતિહાસિક દ્વિધામેશ્વર મહાદેવ મંદિરના પૂજારીએ શ્રાવણ મહિનાના ૨૦/૭ થી ૨૦/૮ દરમ્યાન દરરોજ ૮ કલાક માટે લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી માંગી હતી.

તેના જવાબમાં ભુજ શહેર મામલતદારે જણાવ્યું હતું કે, કોરોનાના કેસો ભુજમાં ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યા હોઈ આ મહામારીનું સંક્રમણ અટકે તે હેતુથી તથા માઈક વગાડવાથી અવાજની સાથે વિષાણુ નિકળવાને લીધે સંક્રમણની સંખ્યા વધે છે. તેથી અરજી સ્વીકારી શકાય તેમ નથી.

(10:54 am IST)