Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

મોટી પાનેલીમાં ૧૦ દિ'માં ત્રીજો કેસઃ ગોંડલમાં ૧૭, ધોરાજી ૭, ભાવનગરમાં ૪૮ કેસ

સૌરાષ્ટ્રભરમાં કોરોનાનો કહેર યથાવતઃ તહેવારોની મજામાં બદલે લોકોમાં ગભરાટઃ ગોંડલની કોવિડ હોસ્પિટલનું બાળમરણ

રાજકોટ,તા. ૧૧: સૌરાષ્ટ્રભરમાં કોરોનાનો કહેર યથાવત રહેવા આવ્યો છે. તહેવારોની બરાબર ઋતુ જામી છે. ત્યારે તહેવારોની મજામાં બદલે લોકોમાં ગભરાટ વ્યપેલો છે. મળતા અહેવાલો નીચે મુજબ છે.

ગોંડલમાં પોઝીટીવ કેસઃ કુલ ૨૯૪

ગોંડલમાં કોરોના પોઝીટીવનો કહેર યથાવત રહેવાં પામ્યો છે. વધુ ૧૭ પોઝીટીવ કેસ બહાર આવતાં અત્યાર સુધીમાં કુલ ૨૯૪ કેસ થવા પાંમ્યા છે.

ધોરાજીમાં વધુ કેસ નોંધાયા

ધોરાજીમાં (૧) અવંતિકા એપાર્ટમેન્ટ માં ૭૩ વર્ષિય વુદ્ઘા (૨) અવંતિકા એપાર્ટમેન્ટ માં ૪૦ વર્ષિય યુવક (૩)અવંતિકા એપાર્ટમેન્ટ માં ૧૬ વર્ષિય (૪)શ્રીનાથજી સોસાયટીમાં ૪૫ વર્ષિય યુવક (૫)મોતીનગર પૂલ પાસે ૪૫ વર્ષિય  (૬) પોસ્ટ ઓફીસ ચોકમાં ૫૭ વર્ષિય યુવક  (૭) ધોરાજીમાં રહેતા ૫૦ વર્ષિય યુવકનો  કેસ નોંધાતા ધોરાજીમાં એકી સાથે ૭ કોરોના કેસ થતા  ધોરાજીમાં અત્યાર સુધીમાં કુલ ૧૭૩ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે અને  ધોરાજીમાં અત્યાર સુધીમાં કુલ કોરોના ને કારણે ૧૩ લોકો મૃત્યુ પામેલ છે.

ભાવનગરમાં ૫૭ દર્દીઓ કોરોના મુકત

ભાવનગર જિલ્લામા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૪૮ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૮૭૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૮ પુરૂષ અને ૧૨ સ્ત્રી મળી કુલ ૩૦ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, ગારીયાધાર તાલુકાના પચ્છેગામ ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૧, જેસર ખાતે ૧, મહુવા ખાતે ૧, મહુવા તાલુકાના કુંભારીયા ગામ ખાતે ૧ , પાલીતાણા ખાતે ૪, પાલીતાણા તાલુકાના જામવાળી ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના ઘેટી ગામ ખાતે ૨, સિહોર તાલુકાના અગીયાળી ગામ ખાતે ૧, સિહોર તાલુકાના થોરડી ગામ ખાતે ૨ તથા ઉમરાળા તાલુકાના અમલપર ગામ ખાતે ૨ કેસ મળી કુલ ૧૮ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે. જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૧ અને તાલુકાઓના ૨૬ એમ કુલ ૫૭ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૧,૮૭૯ કેસ પૈકી હાલ ૪૩૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૧,૪૦૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૩૨ દર્દીઓનુ અવસાન થયેલ છે.

જસદણ હોસ્પિટલમાં ખાસ કોવિડ-૧૯ની સારવાર કરો : પટેલ

જસદણઃ સામુહિક આરોગ્ય કેન્દ્ર લાંબા સમયથી સિવિલ હોસ્પિટલનો દરજ્જો મળ્યો છે. પણ, હાલ હોસ્પિટલમાં બાળરોગ, ગાયનેક એમએસ જેવા ડોકટરો સહિતનો પુરતો સ્ટાફ નથી. એટલે દર્દીઓને ફરજીયાત રાજકોટ ધકેલવામાં આવે છે. તેથી જરૂરી ડોકટરો મુકવા માટે સામાજિક કાર્યકર હરિ પટેલ એ જણાવ્યું છે કે, જસદણ વિંછીયા પંથકમાં દરરોજ કોરોના પોઝીટીવ આવી રહ્યા છે. આવા સંજોગોમાં સરકારે ધોરાજી ગોંડલ સહિતના જિલ્લાના અનેક ગામોમાં કોવિડ હોસ્પિટલ ખોલી પણ જસદણને બાકી રાખ્યું છે. તેથી જસદણમાં આ હોસ્પિઠલમાં કોવિડ વિભાગ ખોલવો અત્યંત જરૂરી છે. આજે જસદણમાં જિલ્લા રાજ્યના નેતા ગણપ જસદણ નગરપાલીકાના પ્રમુખની ચુંટણી અંગે સેન્સ લેવા આવે છે. ત્યારે જસદણ સરકારી સારવાર જસદણમાં મળે એવું આયોજન કરવું જોઇએ.

(10:53 am IST)