Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

વાંકાનેરના રાજવી દિગ્વીજયસિંહજી ઝાલાનો ૮૮ મો જન્મદિવસ ૧૦૦૦ વૃક્ષવાવી ઉજ્વાયો

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧૧ : વાંકાનેરના પ્રજા વત્સલ્યા જેવી અને કેન્દ્રમાં પ્રથમ પર્યાવરણ ખાતાના મંત્રી પદે રહી દેશમાં પર્યાવરણ પ્રશ્ને જનજાગૃતી લાવનાર દિગ્વીજયસિંહજી ઝાલાનો જન્મ દિવસ શ્રાવણ વદ પાંચમના દર વર્ષે રાજપેલેસે ખાતે સંતો-મહંતો અને શ્રેષ્ઠીઓની ઉપસ્થિતીમાં ઉજવાય છે. પરંતુ આ વર્ષ કોરોના મહામારી વચ્ચે સંક્રમીતનો ભય અને નગરજનો-શુભેચ્છકોના સ્વાસ્થયને નજરમાં રાખી પોતાનો જન્મ દિવસે માત્ર ટેલીફોનીક વોટસેફ-ઇન્ટરનેટ માધ્યમથી શુભેચ્છા પાઠવવાને પ્રજાએ પણ સીરોમાન્ય રાખી મોબાઇલ ઉપર શુભેચ્છા વર્ષા કરી હતી.

રાજવીશ્રી દિગ્વીજયસિંહજી ઝાલાએ પોતાનો ૮૮ મો જન્મ દિવસને સાદ્દગી સાથે પર્યાવરણને ધ્યાનમાં રાખી ચંદ્રપુર રોડ ઉપર ૧૦૦૦ (એક હજાર) વૃક્ષ વાવી પર્યાવરણને ઉજાગર કરવા સાથે પ્રેરણા રૂપ જન્મ-દિવસની ઉજવણી કરી હતી. બાપુ સાહેબના જન્મ દિવસે વૃક્ષા રોપણ કાર્યક્રમમાં યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલા પણ પીતાશ્રીના આ પર્યાવરણ પ્રેમમાં  સહભાગી બન્યા હતા.

(9:07 am IST)