Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

વરસાદી પાણીથી માળીયા મિયાણાના મીઠા ઉદ્યોગમાં તારાજી :લાખ ટન મીઠાનું ધોવાણ ;કરોડોનું નુકશાન

નદી અને વરસાદી પાણી રેલવે લાઈન ક્રોસ કરીને દહીંસરાથી લઈને નવલખી સુધી પથરાયેલ મીઠામાં ફરી વળ્યાં

મોરબી પંથકમાં છેલ્લા બે દિવસ ભારે વરસાદ ખાબક્યો હતો બે દિવસમાં ૧૫ ઇંચથી વધુ વરસાદ પડતા મોરબીમાં ઠેર ઠેર પાણી ભરાયા હતામોરબી પંથકમાં વરસાદ પડ્યો હતો તેની અસર માળીયા વિસ્તારમાં પડી છે મોરબી તાલુકામાંથી પસાર થતી નદી ફુલ કી નદી નું પાણી તેમજ વરસાદી પાણી માળીયા તાલુકાના મીઠાના અગર માં ફરી વળતાં મીઠાના અગર માં પડેલ એક લાખ કરતા વધુ મીઠાનો ધોવાણ થયેલ છે જેથી કરીને મીઠાના ઉદ્યોગકારોને  ો રૂપિયાનું નુકસાન થયું છે 
   ભારે વરસાદના કારણે વરસાદી પાણી તેમજ નદી માંથી આવેલ પાણી મીઠાના અગર માં ભરાઈ ગયેલ છે જેથી વસંમેડી, બગસરા, લવારપુર તેમજ ભાવપર આસપાસના  મીઠાના અગર મા અવરજવર થઇ શકે તેવી કોઈ શક્યતા નથી
 મીઠાના ઉદ્યોગકારો મુજબ  મીઠા ના જુદા જુદા અગરમાં  હાલમાં એક લાખ ટન મીઠું પડ્યું હતું જોકે ભારે વરસાદ અને નદીના પાણીના કારણે કુલ મળીને એક લાખ ટન કરતાં વધુ મીઠાનું ધોવાણ થઇ ગયું છે જેથી કરીને ઉદ્યોગકારોને આ વરસાદ ના કારણે તેમજ વરસાદી જ તેના લીધે કરોડો રૂપિયાનું નુકસાન થયેલ છે
    અત્રે ઉલ્લેખનીય છે કે વરસાદી પાણી તેમજ નદીના પાણી રેલવે લાઇન ને ક્રોસ કરીને માળીયા તાલુકામાં પસાર થયા હોવા થી હાલમાં દહિસરા થી લઈને નવલખી સુધી પાથરવા માં આવેલ બ્રોડગેજ લાઇનમાં મોટા પ્રમાણમાં ધોવાણ થયેલ છે જેથી કરીને હાલમાં રેલવે વ્યવહાર પણ બંધ થાય તેવી શક્યતા છે અને મીઠાના અગર માં જ્યાં સુધી પાણી ભરેલા છે ત્યાં સુધી કોઈ પણ જાત નું કામકાજ થઇ શકશે નહીં

 

(10:31 pm IST)