Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

ગિરનાર પર આંઠ ઈંચ વરસાદ ખાબક્યો :નીચાળવાળા વિસ્તારો જળબંબોળ :નદી-નાળા અને ઝરણાંઓ બે કાંઠે

દામોદર કુંડ અને નરસિંહ સરોવર ફરીવાર છલકાયા

જૂનાગઢ ;ગરવા ગિરનાર પર્વત પર આઠ ઇંચ વારસાદ ખાબકતા સર્વત્ર જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદને કારણે નીચાળવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા હતા ભારે વરસાદને પગલે અનેક નદી-નાળા, ઝરણાઓ બે કાંઠે વહ્યા હતા. ગીરનારના જંગલ વિસ્તારમાં ત્રણ થી પાંચ ઈંચ વરસાદ પડતા વન્યજીવો માટે ચોતરફ્ હરિયાળી પથરાઈ ગઈ હતી. ભારે વરસાદના પાણી નીચે દામોદર કુંડ અને નરસિંહ સરોવરમાં આવતા બને જળસ્ત્ર્રોત ફ્રી છલકાઈ ગયા હતા.

   જૂનાગઢ જિલ્લામાં ગતરાત્રીથી ભારે વરસાદ શરુ થયો હતો, તેમાય ગીરનાર પર્વત ઉપર તો બારે મેઘ ખાંડા જેવી સ્થિતિ હોય તેમ સવાર સુધીમાં પાંચ અને બપોર સુધીમાં વધુ ત્રણ ઈંચ એટલે આજે સાંજ સુધીમાં કુલ આંઠ ઈંચ વરસાદ પડી જતા ગીરનાર ક્ષેત્રમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. અહીના ગિરનારના રામનાથ, ડુંગરપુર, ખોડિયાર રાઉન્ડ, ભવનાથ, બોરદેવી, ઇન્દ્રેશ્વર, પાતુરણ, રણશીવાવમાં ત્રણથી પાંચ ઈંચ વરસાદ પડી ગયો હતો. ચારે તરફ્ ઝરણાઓ ખળખળ વહ્યા હતા.

(5:33 pm IST)