Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

રાજકોટની સૌની યોજનાની પાઈપલાઈન જમીંનથી 15 ફૂટ બહાર દેખાઈ : લોધિકાના અભેપર ગામ પાસેના ફોટો વીડિયો વાઈરલ

આટલી મોટી પાઈપલાઈન બહાર આવી કેમ ?જમીનનું આટલું બધું ધોવાણ કે બીજું કઈ :લોકોમાં ભારે ચર્ચા

રાજકોટ નજીક સૌની યોજનાની પાઈપલાઈન જામીનનીબહાર દેખાતા ભારે ચર્ચા જાગી છે લોધિકા તાલુકાના અભેપર ગામની સીમમાં ગત વર્ષે સૌની યોજનાની પાઇપલાઇન નંખાઈ હતી. આ પાઇલલાઇન હાલ 15 ફૂટ જેટલી બહાર આવી હોવાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. જેમાં પાઇપલાઇન જમીનથી ૧૫ ફૂટ જેટલી બહાર જોવા મળી રહી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત છેક છેવાડાના ગામ સુધી નર્મદાના નીર પહોંચાડવામાં આવી રહ્યા છે. દરમિયાન રાજકોટના લોધિકા તાલુકાના અભેપર ગામની સીમમાં સૌની યોજનાની પાઇપલાઇન જમીનથી ઉપર જોવા મળી રહી છે. આ પાઇપ જમીનથી ઉપર કેવી રીતે આવી? તે બાબતે આશ્ચર્ય સર્જાયું છે. 

આટલી મોટી પાઇપલાઇન જમીનમાંથી બહાર આવતા ગામના ખેડૂતોમાં પણ કુતુહલ જોવા મળી રહ્યું છે. પાઇપલાઇન બહાર આવી જવા મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, તેવું જાણવા મળી રહ્યું છે. 

(5:28 pm IST)