Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

મોરબીના વાઘપરા અને ગાળા ગામની વચ્ચે પાણી ભરાયા :યુવાનો ટ્રેકટર લઇને મદદે પહોંચ્યા

મોરબીના વાઘપરા તથા ગાળા ગામની વચ્ચે આવેલ હોકરીમાં મોટા પાયે પાણી ભરાયા હતા જેથી  રસ્તાઓ બંધ થઈ ગયેલ હતા . વાઘપર થી તેમજ અન્ય ગામથી ભણવા માટે તેમજ કામકાજ માટે ગયેલા વિદ્યાર્થીઓ તથા ભાઈઓ ને વાઘપર ગામ ના યુવાનો દ્વારા ટ્રેકટર દ્વારા મદદ કરવામાં આવી હતી. જેમાં અમીનભાઇ લોરીયા, વિશાલભાઈ કેળા તેમજ ગામના યુવાનો દ્વારા મદદ કરવામાં આવી હતી.જેથી ગામના લોકોએ ધન્યવાદ વ્યક્ત કર્યો હતો.

(5:30 pm IST)