Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

સૌરાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં સાર્વત્રિક ત્રીકાર વરસાદ: મોરબી અને ટંકારામાં ૧૫, ધ્રોલ-જોડિયા, કાલાવડમાં ૧૦, જામનગરમાં ધોધમાર ૮ ઈંચ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં સાર્વત્રિક શ્રાીકાર વરસાદ વરસતા હતો.જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેમ મોરબી ટંકારામાં ૧૫, માળીયામા ૧૦ ધ્રોલ, જોડિયા, કાલાવડમાં ૧૦, જામનગરમા ધોધમાર ૮ ઈંચ વરસાદ પડયો હતો. રાજકોટ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમા રાજકોટમાં ૧૮ ઈંચ, ઉપલેટા ૨ ઈંચ, કોટડા સાંગાણી ૬ઈંચ, પડધરીમાં ૬થી ૭ ઈંચ, જામકંડોરણા ૩થી ૪ ઈંચ, ગોંડલ ૩થી ૪ ઈંચ, ધોરાજી ૩ ઈંચ,જેતપુર ૧ ઈંચ, જસદણ ૧ ઈંચ, વિંછીયા અડધો ઈંચ વરસાદ પડયો હતો. મોરબી જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ ગઈકાલે સાંજથી મેઘરાજાએ મોરબી જિલ્લાને ધમરોળી નાખતા સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

મોરબી જિલ્લામાં ગઈકાલે સાંજથી આજ સાંજના છ વાગ્યા સુધીમાં ૬ ઈંચથી માંડીને ૧૫ ઇંચ સુધીનો દે ધનાધન વરસાદ પડતાં મોરબી શહેર સહિત જિલ્લાના મોટાભાગના વિસ્તારો બેટમાં ફ્ેરવાઈ ગયા હતા. મોરબીમાં ૧૫ ઈંચ, વાંકાનેર ૬.૨૫, હળવદ ૬ ઈંચ, ટંકારા ૧૫ ઈંચ, માળીયા ૧૦ ઈંચ વરસાદ પડતા અનેક ગામોનો સંપર્ક કપાયો હતો અને ૧૦ જેટલા ગામોના તળાવ તૂટયા હતા. નદીઓ ગાડીતુર બની હતી

જામનગરમાં ગત રાત્રીથી મેઘાએ ધમાકેદાર આગમન કર્યું છે. જિલ્લાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ગતરાત્રીથી શરૂ થયેલા વરસાદે બપોરે ૪ વાગ્યા સુધીમાં જામનગરમાં ૭થી૮ઈંચ, કાલાવડ ૯થી ૧૦ ઈંચ, લાલપુર ૭ ઈંચ, જામજોધપુર ૪ ઈંચ, ધ્રોલ ૮ઈંચ અને જોડીયામાં ૯ ઈંચ મીમી વરસાદી પાણી વરસ્યું હતું. ભારે વરસાદના પગલે જામનગરના મુખ્ય જળસ્ત્રોત સમાન રણજીત સાગર અને સસોઈ ડેમમાં નવાનીરની આવક થઈ હતી.

જૂનાગઢ જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ પડયો હતો. દરેક તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી, ગઈ રાત્રીથી જ વરસાદનું જોર વધ્યું હતું, જે આજે બપોર સુધી રહેતા આજે સાંજના છ વાગ્યા સુધીમાં ત્રણથી છ ઈંચ વરસાદ પડયાનું નોધાયું છે. સૌથી વધુ ભેસાણમાં છ ઈંચ વરસાદ પડયો હતો, વિસાવદર પંથકમાં સાડા પાંચ ઈંચ, જૂનાગઢમાં પાંચ ઈંચ, વંથલીમાં ચાર ઈંચ, બાકી કેશોદ, મેંદરડા, માંગરોળ, માણાવદર, માળિયા પથકમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. જિલ્લામાં ભારે વરસાદના પગલે મેંદરડા અને માળિયા પાસે બે સ્થેલ ઝાડ પડી ગયા હતા, ધોરાજી રોડ દોઢ કલાક અને વિસાવદર રોડ કલાકો સુધી વાહનો માટે બંધ રહ્યો હતો. જૂનાગઢ શહેરમાં અનેક સ્થળે પાણી ભરવાની સમસ્યા સર્જાઈ હતી, એક સ્થળે સ્કુલ બસ ફ્સાઈ હતી, તો ભવનાથ ક્ષેત્રમાં એક કાર પાણીમાં ફ્સાઈ હતી, બને સ્થળે બચાવ કામગીરી કરવામાં આવી હતી. જિલ્લામાં ભારે વરસાદના પગલે મોટા ગુજરિયા, ઓઝત-, ઓઝત વિયર વંથલી, ઓઝત વિયર શાપુર ડેમ ઓવરફ્લો થયા હતા, ગીરનાર ઉપર આંઠ ઈંચ વરસાદથી તળેટીમાં દામોદર કુંડ અને નરસિંહ મહેતા સરોવર છલકાઈ ગયું હતું. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી સોરઠની ધરા તરબોળ બની હતી.

(1:20 pm IST)