Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

લાઠીમાં પાંચ ઈંચ વરસાદ ખાબકયો : નદીમાં પૂર : મકાન ધારાશયી થતા દબાયેલા ૭ને બચાવી લેવાયા

Photo Lathi

અમરેલીઃ લાઠીમાં પાંચ ઈંચ વરસાદના કારણે એક તરફ ગાગડીયો નદીમાં પાણી આવતા લોકોના હૃદય આનંદથી છલકાતા હતો તો બીજી તરફ શહેરમાં ૧પ લોકોના આશ્રાયસ્તાન સમુ મકાન ધરાશાયી થવાના કારણે ૭ લોકો કાટમાળમાં દટાય હતાં જો કે તામમને સલામત રીતે બહાર કાઢી લેવાયા હતાં.

આ અંગે ઘટના સ્થળેથી મળતી વિગતો મુજબ લાઠીમાં આખી રાત સતત ધીમીધારે વરસાદ શરુ રહ્યો હતો જેના કારણે શહેરમાં આવેલા ખોડિયારનગર વિસ્તારમાં રાત્રીના સમયે ૧પ લોકોનો પરિવાર મકાનની છત નીચે સુતો હતો ત્યારે એકાએક કાટમાળ સાથે મકાન ધરાશાયી થયું હતું અને તેના કારણે નસભાગ મચી ગઈ હતી.

૧પમાંથી સાત લોકો કાટમાળની નીચે દબાયા હતાં અને તેમની ચીસો ગુંંજી ઊઠી હતી. આ અંગેની જાણ થતાં જ આસપાસમાંથી લોકો એકત્રિત થઈ ગયાં હતાં અને પરિવારના અન્ય સદસ્યોની સાથે મળીને તમામને સલામત રીતે બહાર કાઢવામાં આવતાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી હતી. આ પહેલા આ જ રીતે બગસરા તાલુકામાં મકાન પડવાના કારણે સાત લોકો દટાઈ જવાથી મોત થયાં હતં જે ઘટના તાદૃષ્ય થઈ હતી. આ ઘરમાં પડી જવાન કારણે જઈ શકાય તેમ નથી અને આ કારણે ૧પ લોકોનો પરિવાર ભર ચોમાસે રસ્તા પર આવી ગયો હોવાથી અરેરાટી પ્રસરી જવા પામી છે. આ ઘટનાથી હજે લાઠીનું વહીવટી તંત્ર અજાણ છે અને ભોગ બનેલા પરિવારની ભાળ મેળવવા માટે કોઈપણ અધિકારી કે પદાધિકારીઓ ડોકાયા નહોતાં.

(7:23 pm IST)