Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

જામનગર જિલ્‍લાના ર૬ માંથી ૧૦ ડેમ ઓવર ફલોર જયારે અન્‍ય ડેમમાં નવા નીરની આવકથી સર્વત્ર ખુશીનો માહોલ

જામનગરઃ જામનગરમાં મેઘમહેરથી ડેમોમાં નવા નીરની આવતાં અનેક ડેમો ઓવરફલો થયા છે. જ્યારે જામનગર શહેરને પીવાનું પાણી પુરૂ પાડતાં રણજીતસાગર અને સસોઈ ડેમમાં નવા નીર આવતાં લોકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

જામનગરમાં મધરાત્રીથી મેઘરાજાએ અનરાધાર વરસતાં ૪ ઈંચ થી લઈને સાડા દશ ઈંચ વરસાદ વરસતાં જામનગર જીલ્લાના ર૬ ડેમોમાં નવા નીરની આવક શરૂ થઈ છે. જેમાં ઉંડ-૧ ડેમના ૧૩ દરવાજા ૩ ફુટ, ડેમી-ર ડેમના ૧૬ દરવાજા ૧૮ ફુટ, આજી-૪ના પ૦ દરવાજા, ખોલવામાં આવ્યા છે. જ્યારે ઉંડ-, બાલંભડી, ઉંડ-, ડેમી-, ફોફળ-, કંકાવટી અને ઉંડ-ર ડેમ ઓવરફલો થયા છે.

જ્યારે જામનગર શહેરને પીવાનું પાણી પુરૂ પાડતાં રણજીતસાગર ડેમમાં ૧૬ ફુટ અને સસોઈ ડેમમાં ૧૩.રપ ફુટ નવા નીર આવતાં મ્યુ.તંત્રના અધિકારીઓ તેમજ સતાધીશો ડેમ ખાતે પહોંચી ગયા હતાં. જ્યારે વીજરખી ડેમમાં ૧૦.૬૭ ફુટ, સપડા, ફુલઝર, સોરઠી, વોડીસંગ સહિતના ડેમોમાં નવા નીરની આવક થઈ છે.

(1:18 pm IST)