Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

સોરઠમાં સાર્વત્રિક ર થી પ ઇંચ અને ગિરનારમાં ધોધમાર ૯ ઇંચ વરસાદ

જૂનાગઢ઼ : શહેર અને જિલ્લામાં  મેઘમહેર આજે યથાવત રહેતા સમગ્ર સોરઠમાં બેથી પાંચ ઇંચ વરસાદ તેમજ ગિરનારમાં ધોધમાર સ્વરૃપે નવ ઇંચ પાણી પડતા ઝરણા, નદી, નાળાઓમાં પૂર આવ્યા હતા. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા બે સ્થળોએ વૃક્ષ ધરાશયી થતા માર્ગો બંધ થયા હતા.

જુનાગઢ અને વિસાવદરમાં  પાંચ-પાંચ ઇંચ, ભેસાણમાં છ ઇંચ, વંથલીમાં સાડા ચાર ઇંચ, કેશોદ માણાવદરમાં બે ઇંચ વરસાદ પડયો હતો.

ગિરનાર પર્વત પર નવ ઇંચ પાણી પડતા ઝરણાંઓ પૂરની માફક વહી રહ્યા હતા. ગિરનાર ઉપર મેઘધારાથી હિમાલય જેવા દ્રશ્યો સર્જાયા હતા. વિલિંગ્ડન ડેમ પુનઃ છલકાતા કાળવા અને સોનરખ નદીમાં પુર આવ્યા હતા. નરસિંહ મહેતા સરોવર છલકાતા ઓવરફલોનું પાણી ઝાંઝરડા રોડના વોંકળામાં પ્રવેશતા પૂરની સ્થિતિ ઉભી થઇ હતી.

(4:42 pm IST)