Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

મૂળીનું ઉમરડા ગામ વિખુટું : ડેમના પાણીમાં કોઝ-વે - ગરક

સરાઃ મૂળી તાલુકાના પ૦૦૦ ની વસ્તી ધરાવતુ ઉમરડા ગામે છેલ્લા બે દિવસથી ભારે વરસાદ તેમજ ઉપરવાસના વરસાદી પાણીની આવક વધતા ગામ ફરતે આવેલ બિલગંગા નદી ભોગાવો ડેમ સબૂરીડેમ મા વરસાદી પાણીની આવક વધતા નદીઓ બે કાંઠે વહેવા લાગતા ઉમરડા ગામે આવેલ બેઠાપુલ પર વરસાદી પાણીનો ધોધ વધતા ઉમરડા ગામ બેટમાં ફેરવાયું હતુ.

ઉમરડા ગ્રામજનોને બહારગામ જવાના રસ્તા બંધ થઇ ગયા હતા. લોકોને હાલકીનો સામનો કરવો પડેલ છે. ચોમાસા દરમ્યાન બેઠા કોઝવે પર પાણીની આવક વધતા બિમાર દર્દીઓ અને સગર્ભા મહિલાઓને સારવાર માટે શહેર તરફ લઇ જવામાં ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે.

(11:57 am IST)