Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

જસાપર પાસે ગાંધીનગરના યુવાનની હત્યાઃ પ્રકરણમાં એક શખ્સની ધરપકડઃ બે ફરાર

આડાસંબધના ડખ્ખામાં અપહરણ કરી ઢીમ ઢાળી દીધું

વઢવાણઃ ગાંધીનગરમાં રહેતા અને પશુપાલન ખાતામાં પટાવાળા તરીકે નોકરી કરતા બળદેવભાઇ રાવલ સાથે નો ભત્રીજો લલિત ઉર્ફે ટીનો ધીમંતભાઇ રાવલ રહેતો હતો અને કાર ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો હતો. દરમિયાન પડોશમાં રહેતી પ્રવિણાબેન સાથે આડાસંબધ હોવાની શંકાના કારણે તેના પુત્ર કુલદીપસિંહ દિપકસિંહ મકવાણા તથા તેના બે મિત્રો નરેન્દ્રસિંહ વાઘેલા અને હર્ષદ ઠાકોરે લલિત ઉર્ફે ટીનાની  હત્યા કરવાનું નકકી કર્યુ હતુ અને ચોટીલા જવાના બહાને લલિત ઉર્ફે ટીનાને કારમાં ઉપાડી ગયા હતા.

બાદમાં મુળી રોડ પરના જસાપરના પાટીયા પાસે તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી લલિત ઉર્ફે ટીનો ધીમંત રાવલની હત્યાર કરી લાશ ફેંકી દઇ નાસી છૂટયા હતા.

આ અંગે પોલીસે ધીમંતભાઇ રાવલની ફરીયાદ પરથી હત્યાનો ગુનો નોંધ્યો હતો હર્ષદ ઠાકોર નામના શખસને ઝડપી લઇ અન્ય શખ્સોની શોધખોળ શરૃ કરી હતી.

 

(11:56 am IST)