Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

નિરંકારી માતા સવિન્દરજીને જામનગરના શ્રધ્ધાળુઓ દ્વારા ભાવભીની શ્રધ્ધાંજલી

જામનગરઃ નિરંકારી માતા સવિન્દર હરદેવ જી મહારાજને જામનગર સહિત લાખો શ્રધ્ધાંળુ ભકતો દ્વારા અત્યંત ભકિતભાવથી વિદાય આપવામાં આવી તેમની અંતિમ યાત્રા બુધવારે દિલ્હીમાં બુરાડી રોડ સ્થિત ગ્રાઉન્ડ નંબર ૮ થી પ્રારંભ થઇને બપોરે લગભગ ૧: વાગ્યે નિગમ બોધ ઘાટ પર પહુચી જેમાં જામનગરના શ્રધ્ધાળુ ભકતો જોડાયા અને પૂજય માતાજીના અંતિમ દર્શન કરીને અશ્રુ ભરેલ આંખો સાથે વિદાય આપી શ્રધ્ધાંજલી આપી હતી.

અંતિમ યાત્રાએ વાસ્તુવમાં એક શોભાયાત્રાનું રૂપ ધારણ કરેલ. માતાજીના પાર્થવ શરીરને ફુલોથી સુસજજીત એક ખુલ્લા વાહનમાં રાખવામાં આવેલ. જેના પર સદગુરૂ માતા સુદીક્ષા જી તથા તેમની બન્ને બહેનો અને ગુરૂ પરિવારના અન્ય સદસ્યો સાથે રહેલ.

લગભગ ૧૦ કિલોમીટર લાંબી આ યાત્રામાં સંત નિરંકારી મિશનની પરંપરાઓ અનુસાર સૌથી આગળ ભારત તથા દુર દેશોના સેવાદળના સદસ્યો અને તેમની પાછળ દેશ તથા વિદેશથી આવેલ પ્રબંધક અને પ્રચારકો સફેદ દુપટો પહેરીને જોડાયેલ. રસ્તામાં રોડની બન્ને બાજુએ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ ભકતો ઉભા રહીને માતા સવિન્દર હરદેવજીને સ્નેહપૂર્વક વિદાય આપી.

અંતિમ સંસ્કારની ઔપચારિકતા સદગુરૂ માતા સુદીક્ષા જી તથા ગુરૂ પરિવારના અન્ય સદસ્યોની ઉપસ્થિતીમાં માતાજીની મોટી સુપુત્રી સમતાજીના પુત્ર હાર્દિકજીએ નિભાવેલ.

માતા સવિન્દર હરદેવજીનાં જીવન તથા શિક્ષાઓથી પ્રેરણા લેવા હેતુ સંત નિરંકારી મિશન દ્વારા પ્રેરણા દિવસ યોજવામાં આવેલ જેની અધ્યક્ષા સદગુરૂ માતા સુદીક્ષા જી એ કરેલ.

સદગુરૂ માતા સુદીક્ષા જીએ કહ્યું કે માતા સવિન્દર હરદેવ જી મહારાજ  જી એ સદગુરૂ રૂપમાં આપણને ઘણુ ખરૂ શિખવ્યું અને ઘણુ ખરૂ કરવાનું પણ જણાવ્યું એટલે જે આજે આપણુ કર્તવ્ય બને છે કે આપણે તેઓના આદેશ ઉપદેશને યાદ કરીએ અને જે કામ અધુરા રહી ગયા છે તેને આપણે સહીયારા થઇને પુરા કરવાનું પ્રયાસ કરીએ તેમ સંત નિરંકારે મંડળ મંડળના અરવિંદ માધવાણીએ જણાવ્યું હતું. (તસ્વીર અહેવાલ-મુકુન્દ બદિયાણી દ્વારા-જામનગર)(૭.૩૯)

(4:29 pm IST)