Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ત્રંબામાં બે મકાનમાં તસ્કરો ત્રાટકયા

તસ્કરો શૈલેષભાઇના ઘરમાંથી પાંચ હજાર અને જબરૂભાઇના મકાન માંથી રોકડ અને મોબાઇલ ચોરી ગયા

ત્રંબા, તા.૧૧: રાજકોટ તાલુકા ના ત્રંબા માં તસ્કરોએ તરખાટ મચાવી બે મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ અને મોબાઇલ ચોરી ગયા હતા.

કલ્યાણ પાક બ્લોક નં ૧૧ મા રહેતા શૈલેષ પ્રવીણભાઈ વાઢેર ઈકો કાર હલાવી દ્યરનું ગુજરાન ચલાવે છે ત્યારે શૈલેષભાઈ ઇકો કાર લયને ભાડુ લયને ગયા હતા રાત્રે ત્રણ વાગ્યે ઘરે આવ્યા ત્યારે તેમના દ્યર પાસે બે શખ્સો ઉભા હતા ઇકો ગાડી ઉભી રાખી ત્યારે તેમના ઘરની વંડી ટપીને એક જણો નીકડીયો અને ત્રણેય શખ્સો અંધારામાં ભાગીગયા શૈલેષભાઇ એ તેમના પત્ની કીરણબેનને ફોન કરતા ફોન લાગ્યો નહિ કિરણબેન મેડી ઉપર સુતા હતા નિશે રૂમને તાડુ મારીયુ હતુ તાડુ તોડીને પાંચ હજાર રૂપિયા એક મોબાઇલ ચોરી ગયા હતા. બીજા બાનવમાં પચાસ વારીયા પ્લોટ મા રહેતા જબર સુરૂમાન પ્રજાપતિ પાણી પુરી વેચીને દ્યરનું ગુજરાન ચલાવે છે તેમના દ્યરે તેમના સસરા મહેમાન ગતી કરવા દિકરીના દ્યરે આવ્યા હતા અને ફળીયામાં સુતા હતા ઓશિકા નીચેથી મોબાઈલ અને ૫૦૦૦ હજાર રૂપિયાની ચોરી ગયા હતા રાજકોટ આજીડેમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ. તસ્વીરઃ જી.એન. જાદવ(૨૨.૯)

(4:27 pm IST)
  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • યુપી સરકાર પોતાના ભ્રષ્ટ્રાચારની તપાસ કરાવે : બસતી જિલ્લામાં નેશનલ હાઈવેનો નિર્માણધીન ફ્લાયઓવર ધરાશાયી થતા અખિલેશ યાદવે સરકાર પર કર્યા પ્રહાર :અખિલેશે કહ્યું હાલની સરકારે ભ્રષ્ટ્રાચારની તપાસ માટે સ્થાયી આયોગ બનાવવો જોઈએ access_time 12:16 am IST

  • યુપી સરકારનો મોટો નિર્ણય :દેવરિયા બાલિકાગૃહ કાંડમાં પોલીસની ભૂમિકાની પણ થશે તપાસ : ગોરખપુરના અપર પોલીસ મહાનિર્દેશક દાવા શેરપાને સોંપી તપાસ : સૂત્રો મુજબ અહીં માન્યતા રદ થયા છતાં બાલિકાગૃહમાં બાળકીઓને રાખવામાં આવતી હતી access_time 12:35 am IST