Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

જમીન પચાવી પાડવા અંગે હાઇકોર્ટમાં પીએલઆઇ અરજીમાં ભાજપના પૂર્વ પ્રધાનનો ઉલ્લેખઃ ૧૪મી ઓગષ્ટે સુનાવણી

જામજોધપુરના પરડવાની ૧ર૦૦ વિઘા જમીન સામે પીએલઆઇ અરજી

પોરબંદર, તા., ૧૧: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પરડવામાં ર૦૦ હેકટર જમીન (૧ર૦૦ વિઘા) પચાવી પાડવા અંગે હાઇકોર્ટમાં દાખલ થયેલ પીઆઇએલ અરજીની સુનાવણી તા.૧૪ મી ઓગષ્ટના રોજ થશે.

આ અરજીમાં સામાવાળા માજી કેબીનેટ મંત્રી અને પોરબંદરના ભાજપના ધારાસભ્યએ ૩૦૦ કરોડની જમીન પચાવી પાડયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  તેના જમાઇ અને પુત્રની માલીકીની એક ટ્રેડીંગ કંપનીને જમીન આપ્યાનો ઉલ્લેખ આ અરજીમાં કરવામાં આવ્યો છે.

આ જમીન રાજય સરકાર દ્વારા સને ર૦૦૦માં ફોરેસ્ટ વિભાગને ફાળવવામાં આવી હતી. જમીન અંગે ચર્ચા છે કે ૧ર વિઘા જમીન ફોરેસ્ટ ખાતામાંથી કંપનીએ સોંપ્યા બાદ ફોરેસ્ટ ખાતાને અન્ય ગૌચર જમીન ફાળવી દેવા પ્રયાસ થયેલ છે.

 

(4:26 pm IST)