Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

જામનગરમાં શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ

નંદેશ્વર મહાદેવ મંદિરે બુધવારથી શિવકથા પ્રારંભ થશેઃ વ્યાસાસનેથી ભરતદાદા સંગીતમય શૈલીમાં કથાનું અમૃત રસપાન કરાવશે

જામનગર, તા. ૧૧ :. અત્રેના શ્રી નંદેશ્વર મહાદેવ મંદિર, રણજીત સાગર રોડ નંદનપાર્ક ખાતે આગામી તા. ૧૫ને બુધવારથી શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયુ છે.

પૂ. ભરત દાદા શર્માજી કથાના વ્યાસાસને બિરાજી સંગીતમય શૈલીમાં કથાનું અમૃત રસપાન કરાવશે. કથા શ્રવણનો સમય બપોરે ૩.૩૦ થી સાંજે ૭ સુધીનો રહેશે.

તા. ૧૫ને બુધવારે બપોરે ૩.૩૦ વાગ્યે સાંઈ બાબા મંદિરેથી ભવ્ય પોથીયાત્રા યોજાશે. જે નંદેશ્વર મહાદેવ મંદિરે કથા મંડપમાં સંપન્ન થશે.

આ પ્રસંગે સર્વે શિવભકતોને પધારવા કતાના આયોજક શ્રી નંદેશ્વર મહાદેવ ગ્રુપ તથા મહિલા સત્સંગ મંડળના પ્રમુખ વિજેન્દ્રસિંહ જાડેજા દ્વારા નિમંત્રણ પાઠવાયુ છે.

ભોળેશ્વર મહાદેવના  પદયાત્રીકો માટે સેવા કેમ્પ

દર વર્ષની જેમ આ વર્ષે પણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. (૨૬માં વર્ષમાં મંગલ પ્રવેશ) ગીરનારી ગ્રુપ ઓફ મેમ્બર્સ દ્વારા કેમ્પનું આયોજન જામનગરથી ૨૪ કિ.મી. દૂર હરિપર ગામના પાટીયા પાસે શ્રી ભોળેશ્વર મહાદેવ મંદિરે જતા પદયાત્રીઓ માટે વિનામૂલ્યે શ્રાવણ માસ દરમ્યાન તા. ૧૨-૮-૨૦૧૮ને રવિવારના રાત્રે ૧૦.૦૦ કલાકથી વહેલી સવાર સુધી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. પ્રસાદીનંુ વિતરણ કરવામાં આવશે, તો દરેક પદયાત્રીઓએ આ સેવાનો લાભ લેવા નમ્ર વિનંતી છે.

ઉમેદભાઈ ગીરનારી, જયકિશનભાઈ જોશી, ધિરેનભાઈ નંદા, કશ્યપભાઈ ત્રિવેદી, ધવલભાઈ બોરીચા, હેમાંશુભાઈ ઠાકર, કાદરભાઈ, સલીમભાઈ, જાવેદભાઈ, ક્રિપાલસિંહ જેઠવા, મૌલિકભાઈ પટેલ, આનંદભાઈ, કાલાવડીયા ભાવીન, નિખીલ ઠાકર, ભાવેશ ત્રિવેદી, રસીકભાઈ પટેલ, રવિ કટારમલ, ધવલસિંહ સોઢા વગેરે મિત્રો આ સેવાને સાર્થક કરવા કાર્યશીલ છે.(૨-૧૫)

(1:00 pm IST)
  • લલીત વસોયા અને હાર્દિક પટેલ સહિત તમામ ધારાસભ્યો-અટકાયતીઓને મુકત કરી દેવાયાઃ લલીતભાઇ પાસેથી લેખિતમાં બાંહેધરી લેવાયાના હેવાલો access_time 3:35 pm IST

  • નરેન્દ્ર મોદી આઈઆઈટી મુંબઈના ૫૬માં દિક્ષાંત સમારોહમાં સામેલ થયાઃ વિદ્યાર્થીઓને કર્યુ સંબોધનઃ સમગ્ર દેશ આઈઆઈટીના વિદ્યાર્થીઓ પાસેથી પ્રેરણા મેળવે છે અને વિદેશમાં પણ આપણા વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે access_time 3:35 pm IST

  • રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણીમાં જેડીયુને સમર્થન આપ્યું ભાજપને નહીં ;બીજેડીએ કહ્યું કે વૈચારિક સમાનતાને કારણે જેડીયુને સમર્થન આપ્યું અને ભાજપ અને કોંગ્રેસથી અંતર રાખ્યું છે : ઓરિસ્સામાં સત્તારૂઢ બીજેડીયુના અધ્યક્ષ નવીન પટનાયકએ જેડીયુના અધ્યક્ષ નીતીશકુમાર સાથે વાતચીત કર્યા બાદ જેડીયુના ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહને સમર્થન આપ્યું હતું access_time 12:27 am IST