Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ઓટાળા ગામે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા મહિલા સરપંચના પતિ ઝડપાયા

ટંકારા, તા. ૧૧ :. ટંકારા પોલીસે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા ઓટાળા ગામેથી મહિલા સરપંચના પતિ સહિત ત્રણને ઝડપી લીધેલ.

પી.એસ.આઈ. એમ.ડી. ચૌધરીની સૂચનાથી ટંકારા-લતીપર રોડ ઉપર ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા ઓટાળાના મહિલા સરપંચના પતિ અશ્વિન કરશનભાઈ દેસાઈ, ભાવેશ પરબત આહીર તથા વનરાજ ભીખાભાઈ બાલાસરાને રંગે હાથ ઝડપી લીધેલ છે.

રીલાયન્સનું ટેન્કર જામનગર-ખાવડાથી જેતલસર જંકશન જવાનું હતુ. આ ટેન્કરને ઓટાળા તરફ આવવાની જરૂર પડે નહી. જામનગરથી સીધુ જેતલસર જંકશન જૂનાગઢ થઈ શકાતુ હતું.

ટંકારા પોલીસે સીલ તોડવાના પાના-પક્કડ તથા ૪૦૦ લિટર ડીઝલ કિં. રૂ. ૨૮૦૦૦નું ઝડપી લઈ કાર્યવાહી કરેલ છે.(૨-૧૦)

(1:00 pm IST)