News of Saturday, 11th August 2018

મોરબીના નવલખી રેલવે ફાટક તાકીદે પહોળુ કરવા માંગણી

નટરાજ ફાટક મુદ્દે લીંબડ જશ ખાટવાનો પ્રયાસ ના કરવો જોઇએ : મેરજા

મોરબી તા. ૧૧ : મોરબીની નટરાજ ફટકે રેલ્વે ઓવર બ્રીજની ડીઝાઈનને એનઓસી મળવા બાબતે જશ લઇ રહેલા મિત્રોને ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ટકોર કરી છે કે નવલખી ફટકનું વિસ્તૃતીકરણ કરવા માટેની બાબત લાંબા સમયથી પડતર છે તેનો પણ નિવેડો લાવવો જોઈએ. મોરબીના કોઈપણ વિકાસના કામમાં પક્ષાપક્ષી થી પર રહીને લોકોની સમસ્યાઓ સામુહિક પ્રયાસોથી ઉકેલ લાવવાના પ્રયત્નો કરવા જોઈએ.

ધારાસભ્ય બ્રિજેશ મેરાજાએ વધુમાં જણાવ્યું છે કે નવલખી ફાટકે ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિ દિન વકરતી જાય છે. આ અંગે વખતો વખત રેલ્વે, તેમજ રાજય સરકારમાં રજૂઆતો પણ કરી છે. છેલ્લે મોરબી જીલ્લાના સંકલન અને ફરીયાદ સમિતિમાં ધારાસભ્યએ પુનઃ રજૂઆત કરતા એવું જાણવા મળ્યું છે કે માર્ગ-મકાન વિભાગે રેલ્વે બ્રીજ થવાની ભવિષ્યની શકયતાને ધ્યાનમાં લેતા હાલ આ ફાટકને પહોળુ કરવાનું કામ મુલતવી રાખવું જે અંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ એવી રજૂઆત કરી છે કેઙ્ગ ઓવર બ્રીજ આ નવલખી ફટકે થાય ત્યારે થશે પણ ત્યાં સુધી લોકોને ટ્રાફિકમાં જે હાડમારી પડે છે તે દુર કરવા તાકીદે આ નવલખી રેલ્વે ફાટક પહોળુ કરવું જરૂરી છે. વળી, આ સ્થળે જયારે ઓવર બ્રીજ થશે ત્યારે પણ સર્વિસ રોડ માટે આ ફાટક તો ચાલુ રાખવી અનિવાર્ય જ બનશે. એટલે એ દ્રષ્ટિએ પણ આ ફાટકનું વિસ્તૃતીકરણ જરૂરી બને છે. તો વહેલી તકે આ ફાટક વિસ્તૃત બને તે દિશામાં નક્કર કામગીરીની પ્રજાની અપેક્ષાને ધારાસભ્યે વાચા આપી છે.

તો નટરાજ ફાટક મામલે જણાવ્યું છે કે નટરાજ ફાટકે રેલ્વે ઓવર બ્રિજની ડીઝાઇનને મળવા પાત્ર એનઓસી એ માત્ર પાશેરામાં પેલી પૂણી છે અને લીંબડ જશ ખાટવાનો પ્રયાસ ન થવો જોઈએ પણ હકીકતમાં હાલની નટરાજ ફાટકના સમાંતર સો-ઓરડી વિસ્તારના પોસ્ટ ઓફીસ સામેની નાની ફાટકને મોટી કરીને શહેરના શોભેશ્વર રોડ તરફ ટ્રાફિક ડાયવર્ટ ડાઈવર્ડ કરી શકાશે. આ બાબતે પણ સોએ સાથે મળીને સામુહિક પ્રયાસો કરીને પરિણામલક્ષી કામગીરી માટે ખંભે ખંભા મિલાવવા જોઈએ. અને પ્રજાની યાતના ઓછી કરવા તેમજ ટ્રાફિકનું શિરદર્દ પ્રશ્ન હલ કરવા નક્કર કામગીરી તાબડતોડ થવી જોઈએ. તેવી હિમાયત ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કરી છે.(૨૧.૧૬)

(1:00 pm IST)
  • સરકારની પગારમાં બેધારી નીતીથી શિક્ષકો નારાજ:ગ્રાન્ટેડ શાળાના શિક્ષણ સહાયકો અને સરકારી શિક્ષણ સહાયકોને મળતા પગારમાં ભેદ:ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને સાતમા પગાર પંચનો તફાવત ત્રણ હપ્તામાં આપવા અંગે માંગ:ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહા મંડળ ની ચીમકી access_time 1:17 am IST

  • ગાંધીનગર: રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સને નારી અને બાળ સંરક્ષણ ગૃહોમાં CMO દ્વારા સઘન તપાસના આદેશ:બાળ તેમજ નારી સંરક્ષણ ગૃહમાં બાળકો અને મહિલાઓની સુરક્ષા બાબતે સમીક્ષા કરી રિપોર્ટ કરવાની સૂચના :મુઝફ્ફરનગર યૌન શોષણ કેસને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારના આદેશ access_time 9:03 pm IST

  • બ્રિટનમાં વાવાઝોડું અને વરસાદ : ચક્રવાત સાથે ભારે વરસાદ થતા રસ્તાઓ ઉપર પાણી ભરાયા access_time 8:24 pm IST