Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ટંકારાના ધુનડામાં જુગાર રમતા ૧૦ શખ્સો ઝડપાયા

ટંકારા તા. ૧૧ : મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વધેલા અને નાયબ પોલીસ વડા બન્નો જોશીની સુચના હેઠળ ટંકારા પીએસઆઈ એમ.ડી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ ધૂનડા ગામ નજીક પેટ્રોલિંગમાં હોય દરમિયાન ધૂનડા ગામે પાણીના ટાંકા સામે આવેલ શેરીમાં કોળી વાસના નાકે જુગાર રમાતો હોવાનીબાતમીના આધારે દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલા કલ્પેશ મનહરલાલ નિમાવત, પંકજ વ્રજલાલભાઈ નિમાવત, હસમુખભાઈ રઘુભાઈ ઉગરેજા, જયદીપ ભીખુભાઈ પીપળીયા, હિતેશભાઈ અમૃતલાલભાઈ મજેડીયા, મયુર રાજેશભાઈ મલસાતર, ઉમેશ ભીખાભાઈ બાબરિયા, જીતેન્દ્ર ગણેશભાઈ પાટડીયા, માવજીભાઈ ઉર્ફે માવો અરજણભાઈ પાટડીયા અને મેરૂભાઈ વિનોદભાઈ પાટડીયા ને રોકડ રકમ ૨૫૭૪૦, મોબાઈલ નંગ-૯ કીમત રૂ.૨૬૦૦૦, મોટર સાઈકલ નંગ-૪ કીમત રૂ.૮૦૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧૩૧૭૪૦ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા પોલીસની આ સફળ કામગીરીમાં પ્રફુલ્લભાઈ જેઠાભાઈ, વિક્રમભાઈ લાભુભાઈ ફૂગસિયા, વિશ્વરાજસિંહ પ્રવીણસિંહ ઝાલા, ચકુભાઈ દેવશીભાઈ કલોતરા એ કરેલ છે.(૨૧.૧૭)

(1:00 pm IST)