News of Saturday, 11th August 2018

પોરબંદરમાં મગફળી ગોડાઉનમાં જવા પ્રયાસ કરનાર કોંગ્રેસ આગેવાનો સહિત ૪૦ સામે પોલીસ ફરિયાદ

મગફળી ભરેલા બારદાનના લેબર કાઢી નાખ્યા : ગોડાઉનમાં જનતા રેડ બાદ ગુન્હો

 પોરબંદર, તા. ૧૧ : અહીં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળીના ગોડાઉનમાં કોંગ્રેસ આગેવાનોએ ગઇકાલે જનતા રેડ બાદ ગોડાઉનમાં જવા પ્રયાસ કરનાર કોંગ્રેસના આગેવાનો સહિત ૪૦ અજાણ્યા માણસો સામે પોલીસ ફરીયાદ ગુજકેટના જીજ્ઞેશભાઇ ભગવાનજીભાઇ સુતારીયાએ હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

પોલીસ ફરીયાદમાં જણાવ્યું છે કે કોંગ્રેસ આગેવાનો સહિત માણસોએ હેતુ પાર પાડવાના ઇરાદે ગોડાઉન પાસે આવ્યા હતાં. જેમાં ૩ માણસો ગોડાઉનમાં પ્રવેશ કરી ગયેલ. પોલીસ ઇન્સ્પેકટર એચ.એલ. આહીરે વધુ તપાસ હાથ ધરી છે.  

(11:57 am IST)
  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST

  • રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણીમાં જેડીયુને સમર્થન આપ્યું ભાજપને નહીં ;બીજેડીએ કહ્યું કે વૈચારિક સમાનતાને કારણે જેડીયુને સમર્થન આપ્યું અને ભાજપ અને કોંગ્રેસથી અંતર રાખ્યું છે : ઓરિસ્સામાં સત્તારૂઢ બીજેડીયુના અધ્યક્ષ નવીન પટનાયકએ જેડીયુના અધ્યક્ષ નીતીશકુમાર સાથે વાતચીત કર્યા બાદ જેડીયુના ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહને સમર્થન આપ્યું હતું access_time 12:27 am IST

  • અમદાવાદ:રાજ્યમાં કેફી-માદક પદાર્થો પકડવા ડ્રાઈવ રાખવા ડીજીપીનો આદેશ:ડીજીપીએ એ.ટી.એસ.ને કર્યો આદેશ : ડીજીપી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો : રાજ્યભરમાં માદક પ્રદાર્થોને ઝડપી પાડવા હુકમ access_time 7:32 pm IST