Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

વિજયભાઇ રૂપાણી મોટી પાનેલીમાં

પંકજસિંહ જાડેજા તાલુકા શાળા નામકરણઃ પુસ્તક વિમોચન-રકતતુલા

ઉપલેટા-મોટીપાનેલી તા. ૧૧ :.. ઉપલેટાના મોટી પાનેલીમાં પાનેલી મોટી ગામના સંપૂત પંકજસિંહજી જાડેજાની સ્મૃતિ ચિરંજીવ રાખવા માટે ૧પ૦ વર્ષ પૂર્વે સ્થપાયેલ તેમજ ઇ.સ. ૧૯૩૪ માં ગોંડલ નરેશ સર ભગવતસિંહજી દ્વારા નવનિર્માણ પામેલી ભવ્ય પ્રાથમિક શાળાનું પંકજસિંહ કે જાડેજા તાલુકા શાળા નામકરણ તેમજ પંકજસિંહજીના જીવન ઉપર જાણીતા લેખક- વકતા શૈલેષ સગપરીયા લીખીત 'નોખી માટીનો અનોખો માણસઃ શ્રી પંકજસિંહજી જાડેજા' પુસ્તકનું વિમોચન તેમજ શ્રી શૈલેષ સગપરીયાની જ્ઞાનતુલા ઉદઘાટક અને વિમોચન કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે તેમજ મુખ્યમંત્રીશ્રીની રકતતુલાનું આયોજન કરાયુ છે.

આ પ્રસંગે રકતદાન કેમ્પ સવારે ૯ થી ૧ર.૩૦ શ્રી કડવા પટેલ સમાજ, મોટી પાનેલીએ રાખેલ છે. આ કાર્યક્રમ તા. ૧૧-૮-ર૦૧૮ ને શનીવારે બપોરના ર કલાકે હાઇસ્કુલ મેદાન, પાનેલી મોટી ખાતે રાખવામાં આવેલ છે.

આ કાર્યક્રમો અતિથી વિશેષ શૈલેષ સગપરીયા પ્રવિણભાઇ માકડીયા, પ્રો. કિશોરસિંહ યુ. જાડેજા, રાજેશભાઇ ભાલોડીયા ઉપસ્થીત રહેનાર છે. (પ-૧૩)

(11:56 am IST)