Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

કાલે ઉપરાષ્ટ્રપતિ ભાવનગરમાં

ભાવનગરથી અધેલાઇ ફોરટ્રેક હાવે રોડનું ખાતમુહુર્ત થશે મુખ્યમંત્રી સહિતનાની હાજરીઃ ભાજપ દ્વારા ભવ્ય સમારોહ

ભાવનગર તા.૧૧ : ભાવનગરથી અમદાવાદ શોર્ટરૂટ પહોળો અને સલામત બને તો એ સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે. કાલે તા.૧રના રોજ ભાવનગરમાં નારી ચોકી ખાતે આ રોડનું ખાતમુહુર્ત દેશના ઉપરાષ્ટ્રપતી શ્રી વેકૈયા નાયડુજીના હસ્તે થનાર છે આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીવિજયભાઇ ઉપસ્થિત રહશે.

જીતુભાઇ વાઘાણીએ પત્રકારોએ જણાવ્યું હતું કે દિવસે ભાવનગરના વિકાસની લગતા અન્ય કાર્ય અને તેની જાહેરાત થશે જેમ કે ૧ર૦ હેકટરમાં પ્લાસ્ટીક ર્પા, નારી ચોકડી પાસે ભાજપ કાર્યાલયની લોકાર્પણ વિજયરાજ નગરખાતે પોલીસની કાર્યવાહીને સરાહવા સન્માન સમારોહ વગેરે પત્રકાર પરિષદમાં બોલતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું હતું કે નારી ચોકડીથી અઘેલાઇ સુધીનો ૩૩.૩૦૮ કી.મી.નો રોડ રૂપિયા ૮પ૦ કરોડના ખર્ચે ફોરલેન થશે અઢીવર્ષના ગાળામાં આ રોડ તૈયાર થઇ જશે  એ પછીનો અમદાવાદને જોડતો રસ્તો નેશનલ હાઇવેમાં હોય તેનું કાર્ય એનએચએઆઇ (નેશનલ હાઇવે ઓથો.ઇન્ડીયા) દ્વાા થશે જે ૧૬૩.૩૦૮ કી.મી. છ.ે ફોર લેન કરવા માટે વધુ ૧૦ મીટર પહોળો કરાશે સંપૂર્ણ આરસીસી રોડ બનશે જેની ગુણવતા અનેટકાઉપણુ સારૂ રહેેશે આ સમગ્ર કામ ઝડપથી અને સમયસર પુર્ણ થાય તેની પુરી તકેદારી રખાશે એક પાર્ટીને આ કામ સોપાયુંછે.

પત્રકાર પરિષદમાં પુછવામાંં આવેલ કે વાહન વ્યવહારની સુગમતા અને સલામતી માટેરસ્તાનું કાયસ્ર્ થાય છ ેતેની સાથે સાથે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે ટ્રાન્સપોર્ટ નગરની આવશ્યકતા છે. જેની જરૂરીયાત અને માગણી ઘણી જુની છે. તો આ બાબતે શ્રીમંડવીયાએ સહમત થઇ તેના પર અકારાત્મક પ્રતિભાવ અપેલ છે ભાવનગરના વિકાસના દ્વારા ખુલી રહ્યા છે અને ૧રમીએ એક દિવસનો ભરચક કાર્યક્રમ યોજાયો છે ત્યારે તેમાં રાજયના મહત્વના મંત્રીઓ આવી રહ્યા છે. આ પ્રસંગે લોકોનો પણ ઉત્સાહપુર્ણ સાથ મળે તે માટે સહભાગી થવા બંને મહાનુભાવોએ આશા વ્યકત કરી હતી.(૬.૨૦)

(11:55 am IST)