Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ભાદરમાં દુષિત પાણી છોડવા મુદ્દે હોબાળોઃ લલિત વસોયા, હાર્દિક પટેલ, પ્રતાપ દુધાતની અટકાયતઃ ધારાસભ્યો સાથે પોલીસની ઝપાઝપી

કોંગ્રેસના ૧ર ધારાસભ્યો અને હાર્દિક પટેલની ઉપસ્થિતીમાં આયોજીત ''ભાદર બચાવો અભિયાન'' મહાસભાઃ ધોરાજી સહિત ૪૦૦ ગામોને પીવાનુ અને સિચાઇનું પાણી પુરૂ પાડતા ભાદર- ડેમમાં જેતપુરના ડાઇંગનું કલર કેમિકલ વાળુ પાણી ઠાલવતા આક્રોશઃ લોકોના ટોળા ગાડી આડે ઉભા રહી ગયા... : હાર્દિક પટેલના ચોંકાવનારા આક્ષેપઃ લલિત વસોયાને ૧ કરોડની ઓફર કોઇ વચેટીયા દ્વારા કરવામાં આવેલ

ધોરાજી તાલુકાના ભુખી ગામમાં આજે ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઇ વસોયાની આગેવાની જળસમાધી કાર્યક્રમ પહેલા મહાસભા યોજાઇ હતી જેમાં કોંગ્રેસના ૧ર ધારાસભ્યો, હાર્દિક પટેલ, જેતપુરના મહિલા અગ્રણી શહેનાઝબેન બાબી, બ્રિજેશભાઇ  મેરજા સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

ધોરાજી, તા. ૧૧ : ધોરાજી સહિત ૪૦૦ ગામને પીવાનું અને સિંચાઇનું પાણી પુરૂ પાડતા ભાદર-ર ડેમમાં જેતપુરના ડાઇંગનું કલર કેમીકલ્સ વાળુ ઝેરી પાણી ઠલાવતા ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયાએ ભુખી ગામ ખાતે વિશાળ જળસભા બાદ જળ સમાધીનો કાર્યક્રમ રાખતા અંદાજે ૧પ૦૦થી ર૦૦૦ હજારની જનમેદની વચ્ચે વિશાળ સભા યોજાઇ હતી. જેમાં ગુજરાત સરકારને આડેહાથ લીધી હત અને હજુ પણ જલદ આંદોલનની ચીમકી અને ગુજરાત વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવવાની જાહેરાત લડાઇ લડવાના આહવાન બાદ ધારાસભ્ય લલીત વસોયાએ સભા પૂરી થતાં જળ સમાધી લેવા જતા જેતપુરના ડીવાયએસપી જે.એમ. ભરવાડ અને સ્ટાફ એ તાત્કાલીક લલીતવસોયાની અટકાયત કરેલ બાદ વધુ ઘર્ષણ જોવા મળતા હાર્દિક પટેલન અને સાવરકુંડલના ધારાસભ્ય પ્રતાપ દુધાતાની પણ અટકાયત કરી જેતપુર તરફ લઇ ગયા હતા. આ સમયે જળ સરદાર જળ કિશાનના નારા લાગ્યા હતા.

ધોરાજીના ભુખી ગામ ખાતે ધોરાજીના ધારાસભ્ય લલીતભાઇ વસોયાની જળસમાધીનો કાર્યક્રમ સાથે વિશાળ સભા યોજાઇ હતી. આ પ્રસંગે આયોજક અને જળ સમાધી કાર્યક્રમ ધોરાજી શહેર અને તાલુકાના ગ્રામજનો માટે યોજેલ કાર્યક્રમના પ્રણેતા લલીતભાઇ વસોયાએ વિશાળ જનમેદનીને જણાવેલ કે ધોરાજી અને આજુબાજુ વિસ્તારની જનતા છેલ્લા રપ વર્ષથી દુષિત પાણીથી પીડાઇ છે. હું ધારાસભ્ય બન્યો એટલે પ્રથમ મારી ફરજ છે કે આ વિસ્તારના ૪૦૦ ગામને પીવાનું અનેસિંચાઇનું શુદ્ધ પાણી મળે એ માટે મે છેલ્લા ૧પ દિવસથી રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અને ગુજરાત  ના મુખ્યમંત્રીશ્રી રાજયપાલ શ્રી પાણી પુરવઠા બોર્ડના અધિકારીશ્રીઓને લેખીતમાં ફરીયાદ કરી પરંતુ એકપણ મારી ફરીયાદનો જવાબ આવ્યો નથી... ? શુ હુમારા માટે કામ કરૂ છું... ગુજરાતમાં વિકાસની વાતો કરાઇ છે અને ધોરાજી શહેર તાલુકાના વિસ્તારની જનતા ને પીવાનું શુધ્ધ પાણી મળતુ નથી આ માટે મેં  જળસમાધીનો કાર્યક્રમ માટે આપવાની ફરજ પડી...

જયારે પાણી પ્રદુષણ બોર્ડએ જે કાર્યવાહી કરી છે એમાં નાના-નાના કાટખાતા ઘરને નોટીસ આપી અને મોટા મોટા મગર મચ્છોને કલીનચીટ આપી દીધી છે મીત્રો આ વ્યાજબી નથી...? મારી આ લડાઇમાં ભાજપના લોકાર્પણ જોડાયા છે. મારી આ લડાઇ પ્રદુષિત પાણી માટે છે એટલે મે જળ સમાધી લેવાનો  નિર્ણય કર્યો છે.

આ લડાઇમાં હાર્દિક પટેલ એ મને ટેકો આપ્યો છે સાથે ૧૦ જેટલા ધારાસભ્યો પણ આ લડાઇમાં જોડાયા છે તેવોનો હુ આ તકે આભાર માનુ છું... અને આજે જેટલા માણસો છે એટલી પોલીસ ખડકી દીધેલ છે પરંતુ પોલીસ પરિવારને પણ આજ પાણી પીવુ પડે છે તેવો પણ સરકાર આપે....

પાસ કન્વીનર હાર્દિક પટેલ એ જણાવેલ કે હું ગોંડલથી નિકળ્યો ત્યારે હાર લઇ ને ગાડીઓ જાતી જોવા મળેલ વરરાજા આવે એટલે હાર લઇને જાવુ પડે. પરંતુ આજે સરકાર કયા મોઢે વિકાસની વાતો કરે છે. પ લાખ લોકોનો પિવાના પાણીનો પ્રશ્ન હોય અને મુખ્યમંત્રી ગોંડલથી મોટી પાનેલી જતા હોય તો આ રસ્તા વચ્ચે ભુખી ગામ આવે છે પ્રજાના કામો માટે મુખ્યમંત્રીએ ભૂખી આવુ જોઇએ પરંતુ એ ન આવે પ્રજાના પ્રશને ધારાસભ્ય લલીત વસોયા લડતા હોય ત્યારે સંવીઘાતમાં બતાવ્યુ છે કે કલેકટરશ્રીએ પ્રજાના પ્રશ્નો સાંભળી જવાબ આપવા જોઇએ પરંતુ આ કલેકટરશ્રી પણ પ્રજાના પ્રશ્નો સાંભળવામાં નિષ્ફળ ગયા છે...? મતેનો એવુ લાગે છે કે જેતપુરવાળાની ગાંધીનગર સુધી મજબુત પકકડ છે.

હાર્દિક પટેલ એ વધુમાં જણાવેલકે સૌરાષ્ટ્રના પાણી પ્રશ્ને આપણે કયા જવું... બાહોર જાઉ પડે...! એવી હાલત આપણા બધાની છે... ગુજરાત સરકાર અદાણી - અંબાણીની સરકાર છે ૩૦૦ થી ૪૦૦ ગામોના નિવાર્હ માટે કોણ ચીંતા કરશે.

જે પાણીની બોટલ ભરી છે જેમાં દારૂ ભરીને વહેચશો ને તો પણ ચાલશે....

જળ સમાધીથી શુ ફાયદો... મચ્છુ હોય તો લડતા લડતા મરી જાવ તો ૪૦૦ ગામના લોકો યાદ કરે...

સૌરાષ્ટ્રનો ખેડુત દરેક જગ્યાએ લાઇનમાં ઉભો છે બીયારણ માટે લાઇન-મગફળી માટે લાઇન જંતુનાશક દવા માટે લાઇન અને એ બધું પણ નકલી...!

હાર્દિક પટેલ એ અંતમાં જણાવેલ કે ર૦૦ કરોડના ખર્ચે આજી ડેમમાં પાણી ઠલવાતું હોય તો આ તો ભાદર-ર ડેમમાં કુદરતી પાણી આવે છે એ પણ કલર કેમીકલ્સ ઠાલવવામાં આવે છે આની સામે લડજો.

મેં પણ ખેડુતો માટે લડત આપી મહિના હું જેલમાં રહી આવ્યો. ર વર્ષની મારા ઉપર સજા થઇ છતાં હું આંદોલન ચાલુ રહ્યું સરકારે મારૃં કાંઇ ઉખાડી લીધું નથી... અને લડત ચાલુજ રાખવાની છે તમે પણ પાણીના પ્રશ્ને લલીતભાઇ ને ટેકો આપજો અને લડજો...

આ સાથે જેતપુરના મહિલા અગ્રણી શહેનાઝબેન બાબી, ઉપલેટાના નાથભાઇ ડાંગર, સાવરકુંડલાનાં ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાત, માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાઝા, કાલાવડના ધારાસભ્ય પ્રવિણભાઇ મુછડીયા, જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષી, જામજોધપુરના ધારાસભ્ય ચીરાગભાઇ કાલરીયા, ટંકારાના લલીત કગથરરા, મોરબીના બ્રીજેશ મીરજા, નગીનભાઇ વોરા, કૃષ્ણકાંત ચોટાઇ ઉપલેટા વિગેરેએ પ્રાસંગીક પ્રવચન કરેલ હતું.

આ તકે ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઇ રાખોલીયા ભુખીના સરપંચ ભુપતભાઇ ચાવડા, ધોરાજી નગર પાલીકાના પ્રમુખ ડી. એલ. ભાણ, વિઠ્ઠલભાઇ હિરપરા, ગોપાલભાઇ સલાટ, ચિરાગભાઇ વોરા વિગેરે અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ધોરાજીના ભુખી ગામે  સભાની ઉડતી નજરે....

ધોરાજીા ભુખી ગામ ખાતે યોજાયેલ પ્રદુષિત પાણીના પ્રશ્ને ધારાસભ્ય લલીત વસોયાનો જળ સમાધી કાર્યક્રમમાં જેટલી જનમેદન એટલીજ પોલીસ ખડકી દેવાઇ હતી જેતપુરના ડીવાય એસપી જે.એમ. ભરવાડના સુપર વિઝન હેઠળ ધોરાજીના પીઆઇ એમ.વી.ઝાલા સહીત ૧૦પી.એસ.આઇ. અને એસઆરપી જવાનો સહીત પોલીસ સાથે ૧પ વાહનો પકડી દેવામાં આવ્યા હતા.

તંગદીલી જેવા દ્રષ્યો સર્જાયા...

સભા પુરી થયા બાદ લલીત વસોયાની જેતપુરના ડીવાયએસપી જેએમ. ભરવાડએ અટકાયત કરતા  કરી છકડામા બેખાડતા લોકો પોલીસ વાન આડે આવી જય સરદાર જય કિશાનનો નારો લતાવ્યો હતો આ તકે પોલીસે બળનો પ્રયોગ કર્યા બાદ વાહનો જઇ શકયા હતા અને બન્નેને જેતપુર પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામં આવ્યા હતા.

ખીસ્સા કપાયા

ભુખી ગામે જેટલા માણસો એટલી પોલીસ હથીયાર ધારી હોવા છતા પણ ભારે ધકકા મુકીમાં ૧૦ થી ૧પ કોંગ્રેસના આગેવાનોના ખીસ કપાયા હતા અને મોબાઇલની પણ ચોરી થયાના બનાવો જોવા મળેલ હતા.

પોલીસે બળજબરી કરીને અમારી અટકાયત કરી છે, જામીન ઉપર છૂટયા બાદ ફરી આંદોલનના મંડાણઃ લલિત વસોયાનો આક્રોશ

રાજકોટ, તા. ૧૧ :. ભાદર નદીમાં કેમીકલયુકત પાણી ઠલવાતા ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ જળસમાધીની ચીમકી આપ્યા બાદ તેમની અને હાર્દિક પટેલની અટકાયત કરતા દોડધામ મચી ગઈ છે.

આ અંગે લલીતભાઈ વસોયાએ અકિલાને જણાવ્યુ હતુ કે, અમારી બળજબરીપૂર્વક પોલીસે અટકાયત કરી છે. મને, હાર્દિક પટેલ અને સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતને લઈને ધોરાજી પોલીસ સ્ટેશને પોલીસની ટીમ લઈ જઈ રહી હતી પરંતુ લોકોનો આક્રોશ જોઈને હવે જેતપુર ડીવાયએસપી કચેરીએ અમને લઈ જાય છે, જ્યાં જામીન પર છુટયા બાદ આગામી આંદોલનની રણનીતિ ઘડાશે.

લલીતભાઈ વસોયાએ જણાવ્યુ હતુ કે, કેમીકલયુકત પાણી મુદ્દે ચારથી પાંચ દિવસમાં ફરીવાર આંદોલનના મંડાણ થશે.

(4:25 pm IST)
  • મધ્યપ્રદેશમાં તમામ મદ્રેસામાં 15મી ઓગસ્ટે ત્રિરંગો લહેરાવવા અને ત્રિરંગા યાત્રા કાઢવા આદેશ : મદ્રેસા બોર્ડના અધ્યક્ષ સૈય્યદ ઇમાદુદીનના આદેશથી વિવાદ છેડાયો : પોતાના આદેશમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા અને તે તમામની તસ્વીર ઇમેલમાં મોકલાવવા પણ કહ્યું : કોંગ્રેસે કર્યો વિરોધ access_time 1:18 am IST

  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST

  • ગાંધીનગર: રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સને નારી અને બાળ સંરક્ષણ ગૃહોમાં CMO દ્વારા સઘન તપાસના આદેશ:બાળ તેમજ નારી સંરક્ષણ ગૃહમાં બાળકો અને મહિલાઓની સુરક્ષા બાબતે સમીક્ષા કરી રિપોર્ટ કરવાની સૂચના :મુઝફ્ફરનગર યૌન શોષણ કેસને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારના આદેશ access_time 9:03 pm IST