News of Saturday, 11th August 2018

મોરબી શિવસેના સમૃત સંસ્થાના અગ્રણીઓ આવેદન

 

મોરબીઃ રાજકોટમાં ફરજ બજાવતા પી.આઈ. સોનારાની રાજકીય પ્રેશરથી બદલી કરવામાં આવી હોય જેના વિરોધમાં મોરબી ખાતે શિવસેના તેમજ અન્ય સંસ્થાઓએ આવેદન પાઠવ્યું હતું અને પી.આઈ.ની બદલી રોકવાની માંગ કરવામાં આવી છે. શિવસેના જીલ્લા પ્રમુખ દિગુભા ઝાલા, શહેર પ્રમુખ કમલેશભાઈ બોરીચા ઉપરાંત અન્ય સંસ્થાઓ જેવી કે નિરાધાર ગૌરક્ષક સંવર્ધન ટ્રસ્ટ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ (દિલ્હી), વિશ્વ ગૌ વંશ સુરક્ષા સંગઠન, બાલ ગોપાલ મિત્ર મંડળ મોરબી, ગૌરક્ષક દલ ગુજરાત, ગૌ સેવા સમિતિ મોરબી, શિવસેના ચોટીલા અને વેપારી એસો મોરબી સહિતની સંસ્થાઓ જોડાઈ હતી જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને પી.આઈ. સોનારાની રાજકીય દબાણથી બદલી કરવામાં આવી હોય, કર્તવ્યનિષ્ઠ અધિકારીની આ રીતે બદલી યોગ્ય ના હોવાનું જણાવીને બદલી રોકવાની માંગ કરવામાં આવી છે અને બદલી રોકવામાં ના આવે તો ગુજરાતમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આવેદનપત્ર  આપવામાં આવ્યું તે તસ્વીર.

(11:50 am IST)
  • બ્રિટિશ ઍરલાયન્સ પર ભડક્યા ઋષિકપુર ; ફેન્સને કહ્યું આઍરલાયન્સમાં ક્યારેય યાત્રા ના કરો : તેને બ્રિટિશ ઍરલાયન્સને રંગભેદી પણ ગણાવ્યું: બર્લિનમાં બાળકોની ઘટના સાંભળીને આઘાત લાગ્યો : મારી સાથે એકવાર નહીં બે વાર અભદ્ર વ્યવહાર થયો access_time 1:04 am IST

  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • અમદાવાદ:રાજ્યમાં કેફી-માદક પદાર્થો પકડવા ડ્રાઈવ રાખવા ડીજીપીનો આદેશ:ડીજીપીએ એ.ટી.એસ.ને કર્યો આદેશ : ડીજીપી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો : રાજ્યભરમાં માદક પ્રદાર્થોને ઝડપી પાડવા હુકમ access_time 7:32 pm IST