Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ઢાંક પાસે ચોથી સદીની ૫ બૌધ્ધ ગુફાઓ

રંગમંચ સ્ટેજ આકારની ગુફાઓ : દિવાલમાં બુધ્ધની ધ્યાનસ્થ મૂર્તિ તથા સ્ત્રીની અલંકારયુકત મૂર્તિ : સ્થાપત્યની દ્રષ્ટિએ અન્ય બૌધ્ધ ગુફાથી જુદી ગુફાઓ

ઉના તા. ૧૧ : ઊપલેટાથી ઢાંક વીસેક કી.મી.ઙ્ગ દૂર છે. કોલકી ગામ પછી ગધેથડ ગામના ગાયત્રી આશ્રમ તરફ જતાં રસ્તે વેણુ નદી પર બાંધેલા ડેમની પાળ પરથી ઢાંકની ટેકરીઓ નજરે પડે છે. ઢાંક મોટું ગામ છે. પટેલ અને દલિતોની સાથે દરબારની વસ્તી મુખ્ય છે. આમ તો જૂનાગઢથી ઢાંક નજીક થાય છે. મોર્ય સામ્રાજયમાં ગિરનાર સૌરાષ્ટ્રનું પાટનગર હતું. વેણુ નદી આ વિસ્તારની જીવાદોરી છે. ડેમ વિશાળ છે. નદીનો પટ પહોળો છે. ગામની ઊત્ત્।ર દિશાથી પશ્યિમ દિશા તરફ ટેકરીઓની હારમાળા છે. આ ટેકરીઓ છેક બરડા ડુંગરને મળે છે.જેને લોકો જગજારિયો ડુંગર કહે છે.

અહીં ભૌગોલિક હવામાન એ પ્રકારનું છે કે પુશ્કળઙ્ગ પ્રમાણમાંઙ્ગ સતત પવન વ્હાતો રહેઙ્ગ છે. અન્ય વિસ્તાર કરતાં અંહી જમીનનું સ્તર ઊંચુ હશે. પોરબંદર તરફથી દરિયાઈ પવન લહેરાતો રહે છે. પવન ઊર્જા પેદા કરે છે. એટલે જુદી જુદી કંપનીઓની ઊર્જા પેદા કરતી પવનચક્કીઓ પુશ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ઝાડી ઝાંખરા કાંટાળા બાવળના જંગલ વચ્ચેથી આડા અવળી બનેલી ચરિયાણ પગદંડી પર એકાદ કી મી ચાલ્યા પછી અદ્બૂત અને અલૌકિક બૌધ્ધ ગુફાઓ જોવા મળે છે. નથી નદી કે નથી ટેકરીઓ છતાં જંગલની અંદર વહેતાં ઊડાં પહોળા વોંકળાને કાંઠે આ બૌધ્ધ ગુફાઓ આવેલી છે.ખૂબજ ઓછી જાણીતી આ બૌધ્ધ ગુફાઓ શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટીએ અન્ય બૌધ્ધ ગુફાઓથી જુદી પડે છે .હાલ અંહી પાંચ બૌધ્ધ ગુફાઓ છે. ચાર વોંકળાની ભેખળમાં છે. રંગમંચના સ્ટેજ આકારની ભેખડમાં આ ગુફાઓ કોતરેલી છે. રંગમંચની બન્ને બાજુ એક એક ગુફા છે. એક રંગમંચની સામેની દિવાલમાં છે.

રંગમંચની સામે આવેલા ખુલ્લા પટાંગણમાં ઉભા રહી જુઓ તો બૌધ્ધ ગુફાની કોતરણી અને ભવ્યતાનો નિખાર જે તે સમયની સ્થાપત્ય કલાકૃતિની સુંદરતાના દર્શન થાય છે ત્યારે મનમા અનેક પ્રશ્નો ફૂટી નીકળે છે. આ કલા કૃતિઓ કઈ રીતે નિર્માણ પામી હશે.કંડારનારની મનૅંસ્થિતિ કેવી હશે! કેટલો સમય લાગ્યો હશે... વગેરે.. ઐતિહાસિક પ્રાપ્ય વિગતો, પુરાતત્વ વિભાગ અને મેંઙ્ગ એકઠી કરેલી માહિતી પ્રમાણે આ બૌધ્ધ ગુફાઓ ઈ. સ. ત્રીજી અને ચોથી સદીમાં બનાવવામાં આવી હશે.

ચંદ્રગુપ્ત પહેલાના સમયમાં આ ગુફાઓને કંડારવામાં આવી હશે. ઈ.સ.૩૯૫ થી ઈ.સ.૪૮૦ ગુપ્તકાલિન સમય હતો.તે સમયના બૌધ્ધ શિલાલેખો અને શિલ્પ કોતરણીઓની સામ્યતા એ પુરવાર કરે છે કે આ ગુફાઓ ગુપ્તકાલિન સમયનો વારસો છે. તે સમયે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બૌધ્ધ ધર્મની પ્રબળ અસર હતી.પૂરા ગુજરાતમાં બૌધ્ધ ધર્મ છવાયેલો હતો.વર્ણાશ્રમ ધર્મના બંધનો, જાતિના બંધનો, સામાજિક ઊંચ નીચ.જાતિવાદ નામશેષ હતો. બૌધ્ધ અને જૈન ધર્મની પ્રબળ અસર સામે બ્રાહમણ ધર્મ ઝઝુમી રહ્યો હતો. મોર્ય અને ગુપ્ત સામ્રાજયમાં બૌધ્ધ ધર્મ રાજ ધર્મ હતો.

પહેલી ગુફા ૭.૫ ફૂટ લંબાઈ,૭ ફૂટ પહોળાઈ અને ૬.૫ ફૂટ ઊંચાઈ ધરાવે છે.આ ગુફામાં તથાગત બુધ્ધની ધ્યાનસ્થ મૂર્તિ દિવાલમાં કંડારવામાં આવી છે.મૂર્તિની બન્ને બાજુ વજ્રપાણિની ઊભી મૂર્તિઓ વંદન મુદ્રામા છે.અંહી જર્જરિત થયેલી નાની મૂર્તિઓ પણઙ્ગ જોવા મળે છે.અંહીની તમામ ગુફાના પ્રવેશ દ્વાર ખૂબજ સાંકડા છે. ગુફામાં જવા બહારથી બે પગથીયા ચડી મસ્તિષ્ક નમાવી અંદર ફરી બે પગથીયા ઊતરી જવું પડે છે. ગુફામાં બૌધિસત્વ.વજ્રપાણિ અને  સ્ત્રીઓની અલંકાર યુકત મૂર્તિઓની કોતરણી છે.

બીજી ગુફાની લંબાઈ ૧૦ ફૂટ છે.પહોળાઈ ૬ ફૂટ છે.ચાર ફૂટ ઊંચાઈ છે.આ ગુફા એકદમ સાદી છે. ગુફામાં કોતરકામ જોવા મળતું નથી.આ ગુફાનુ પ્રવેશ દ્વાર પણ પહેલી ગુફા જેવું છે. ત્રીજી ગુફાની લંબાઈ ૧૨ ફૂટ છે.૭ ફૂટ પહોળાઈ છે અને ૬.૫ ફૂટ ઊંચાઈ ધરાવે છે. આ ગુફા પણ સાદી છે.બાજુંમાં હોવાથી અંદર અંધારૂ છે.અંહી ચામાચિડીયા છે. ચોથી ગુફા પ્રમાણમાં મોટી કહી શકાય.તેની સાથે કથા પણ જોડવામાં આવી છે.૧૨*૮ ની છે. એની ઊંચાઈ જમણે થી ડાબી તરફ વધતી જાય છે. ૪ થી ૬ની ઊંચાઈ છે. પ્રવેશદ્રાર બીજી ગુફા જેવું સાંકડુ હશે પરંતુ બાજુમાંથી પથ્થર જર્જરિત થઈ પડી ગયો છે.જેથી પ્રવેશદ્રાર મોટુ લાગે છે. આ ગુફામાંઙ્ગ પ્રકાશ અને હવા આવે તેવી બારી છે. ગામના જૂનવાણી અભણ લોકો માને છેઙ્ગ કે આ ગુફાઙ્ગ ખાપરા કોડિયા નામના ચોરે બનાવી છે.આ ગુફામાં ઊપરના ભાગે મોટુ ભોયંરું છે. સાથે આવેલા આ ગામના કિરીટભાઈ કહે છે કે નાના હતાં ત્યારે અમે ભોયંરામાં ચાર જણા દિવો લયને ચાર પગે ગયા હતાં. પચાસેક ફૂટ ચાર પગે જવું પડે પછી ઊભા ઊભા ચાલી શકો એવું ભોયંરું આવે છે. લોકો અંહીથી હરદ્વારઙ્ગ જતાં એવું સાભળ્યું છે.મારા દાદા આ ભોયરામાંથી હરદ્વાર ગયા હતાં.અમારો દિવો ઓલવાય જતાં અને શ્વાસની તકલીફ થતાં અમે છોકરા પાછા વળી ગયા હતાં.ઙ્ગ લોકોની માન્યતા પુરવાર કરે છે કે પચાસેક વરસ પહેલાં સમાજમા વર્ણાશ્રમની અસર તળે કેટલાક વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ બિલકુલ હતું નહી.આવા ભવ્ય અલભ્ય શિલ્પ સ્થાપત્ય કલાને પ્રમાણવા જેનોઙ્ગ શિક્ષણ પર કબજો હતો એણે કેવી દુર્લક્ષતા સેવી હશે. લોકોને સાચી વાતો જણાવવાથી દૂર રાખ્યા હતા. જો કે આજે પણ આવા સ્થાપત્યો એની બૂરી અસરથી બચી શકયા નથી.  ગુફાની ઊપરના ભાગે થોડેક છેટે આવેલી ટેકરી પર ડુંગરેશ્વર મહાદેવનું મંદિર બની ગયું છે પરંતુ વિશ્વકક્ષાએ ગુજરાતના સ્થાપત્યની ઓળખ બની શકે તેવી વિરાસત સામે સરકાર, પુરાતત્વ વિભાગ, સંશોધકો,અને કહેવાતા ઈતિહાસના લેખકો ચૂપ છે.

અંહી ઊંચી લાંબી ભેખડ પર, કુદરતી દિવાલમાંઙ્ગ જે રંગમંચની યાદ અપાવે છે તેની છેક ઊપરના ભાગે બુધ્ધની વિવિધ મુદ્રામા સાત મૂર્તિ કોતરવામાં આવી છે.દરેક મૂર્તિની બન્ને બાજુ દશ મોટા, બે નાના વજ્રપાણિની મૂર્તિઓ કંડારવામાં આવી છે.શરુઆતની બન્ને મૂર્તિ  સ્ત્રીની છે. અલંકારો સાથે ભરાવદાર સુકોમળ શરીર સાથે યક્ષણિઓ લાગે છે.બાજુમાં કોતરેલી મૂર્તિ નાગથી વિંટળાયેલી છે.ઊપર જતાં રક્ષણ મુદ્રા દર્શાવે છે. દરેક મૂર્તિની નીચે હાથી,પંખી, અને બીજા બૌધ્ધ કાલિન પ્રતિકોની કોતરણી જોવા મળે છે.જે અષ્ટાંગિક જીવનનો સંદેશો પાઠવે છે. એક સમયે અંહી સંખ્યાબંધ ગુફાઓ હશે એવું તૂટેલી ભેખડોના અવશેષો બોલે છે.ભેખડોના પથ્થરો બૌધ્ધ ગુફાઓ હોવાની નિશાનીઓ સાચવીને બેઠા છે.સતરસો વરસના ચોમાસાના પાણી વહ્યા પછી પણ ભેખડની ભવ્ય દિવાલ પર અંકિત તથાગતની કંડારેલી મૂર્તિઓ મૈત્રીનો ભાવ સંદેશ આપતી આજે પણ એવી જ સંવેદના પ્રગટાવે છે.

સંકલન : નિલેશ કાથડ

તસ્વીરો : નીરવ ગઢિયા, ઉના

(11:46 am IST)
  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • બ્રિટિશ ઍરલાયન્સ પર ભડક્યા ઋષિકપુર ; ફેન્સને કહ્યું આઍરલાયન્સમાં ક્યારેય યાત્રા ના કરો : તેને બ્રિટિશ ઍરલાયન્સને રંગભેદી પણ ગણાવ્યું: બર્લિનમાં બાળકોની ઘટના સાંભળીને આઘાત લાગ્યો : મારી સાથે એકવાર નહીં બે વાર અભદ્ર વ્યવહાર થયો access_time 1:04 am IST

  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST