Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

પાવર ચોરી સહિતના કોર્ટમાં આપતા કેસો માટે

બોટાદ પીજીવીસીએલ કચેરી દ્વારા માફી મેળાનો લાભ લેવા અપીલ

ગ્રાહકોએ પેટા કચેરી બાકી રકમોં ભરીને કોર્ટ કેસો માંથી મુકિત મેળવવા અપીલ

 બોટાદ, તા.૧૧: પશ્વિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ બોટાદના અધિક્ષક ઈજનેરશ્રીની એક યાદીમાં જણાવ્યા મુજબ તાજેતરમાં રાજય સરકાર દ્વારા માફી યોજના – ૨૦૧૭ જાહેર કરવામાં આવેલ છે, જેમાં તા.૩૧.૫.૨૦૧૮ કે તે પહેલા કાયમી ધોરણે કપાયેલા હોય તેવા દ્યર વપરાશ તેમજ ખેતીવાડીના ગ્રાહક/બિનગ્રાહકોને મૂળ રકમના ૫૦% અને વ્યાજમાં ૧૦૦% માફી આપવામાં આવે છે. તેમજ જે ગ્રાહકો/બિનગ્રાહકો સામે કોર્ટમાં દાવોઓ ચાલે છે તેવા દ્યર વપરાશ તેમજ ખેતીવાડીના ગ્રાહકો/બિનગ્રાહકોને પણ મૂળ રકમના ૫૦% અને વ્યાજમાં ૧૦૦% માફી આપવામાં આવશે અને વકીલ ફી તેમજ કોર્ટ ફી માં પણ ૧૦૦% માફી આપવામાં આવશે.

 પાવર ચોરીમાં પ્રથમવાર નોંધાયેલ કેસમાં ગ્રાહકો/બિનગ્રાહકોને પણ સદર યોજનાનોલાભ મળવા પાત્ર થશે. વાણિજયક,ઔદ્યોગિક અને વોટર વર્કસના, સ્ટ્રીટ લાઈટ, અને જીએલપી ના ગ્રાહકો/બિન ગ્રાહકોને વ્યાજમાં ૧૦૦% માફી આપવામાં આવશે. આ યોજના તા.૩૦/૦૯/૨૦૧૮ સુધી જ હોય સત્વરે લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

તદઉપરાંત, તા.૧૩ના રોજ  ઢસા પેટા વિભાગીય કચેરી, ઢસા  ૧૪/૦૮/૨૦૧૮ ના રોજ રાણપુર પેટા વિભાગીય કચેરી, રાણપુર, ૧૪ના રોજ પાવર હાઉસ કમ્પાઉન્ડ, ગઢડા ખાતે, ૨૦ ના રોજ પાવર હાઉસ કમ્પાઉન્ડ, બોટાદ  ૨૧ ના રોજ બરવાળા પેટા વિભાગીય કચેરી, બરવાળા ખાતે, ૨૧ ના રોજ ધોળા પેટા વિભાગીય કચેરી, ધોળા ખાતે, ૨૮ ના રોજ પાવર હાઉસ કમ્પાઉન્ડ, ગઢડા ખાતે, ૩૦ ના રોજ પાળીયાદ પેટા વિભાગીય કચેરી, પાળીયાદ ખાતે બોટાદ હેઠળની પેટા વિભાગીય કચેરીઓ ખાતે ''માફી મેળા'' યોજાશે, જેથી આ ''માફી મેળા'' નો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. આ માફી યોજના અંગે વધુ માહિતી માટે પશ્યિમ ગુજરાત વીજ કંપની લી. ની નજીકની પેટા વિભાગીય કચેરીનો સંપર્ક કરવા વધુમાં જણાવ્યું છે

(11:41 am IST)