Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

સોમનાથમાં વૃક્ષારોપણ અને સફાઇ કામદારોનું સન્માન

પ્રભાસપાટણ : પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, સોમનાથ ટ્રસ્ટ અને વેરાવળ - પાટણ સંયુકત નગરપાલીકાના સંયુકત ઉપક્રમે સોમનાથ ખાતે સાંસ્કૃતિક ભવનમાં બી.વી.જી.ઇન્ડિયા લી. દ્વારા કાર્યક્રમ યોજાયો. જેમાં બી.વી.જી.ના સફાઇ કામદારોને સફાઇ બાબતે માર્ગદર્શન આપેલ. તેમજ સોમનાથ અને આજુબાજુ વિસ્તારને ચોખ્ખો ચણક રાખવા બદલ કર્મચારીઓનું સન્માન કરેલ. બેસ્ટ સફાઇ કામગીરી કરનાર સવિતાબેન ચૌહાણ, દક્ષાબેન ચૌહાણ અને સુપરવાઇઝર હિતેશ ટીમાણીયાનું સર્ટીફીકેટ ટ્રોફી અને પુરસ્કારથી સન્માન કરવામાં આવેલ. સન્માન કાર્યક્રમ બાદ ત્રિવેણી સ્મશાન ઘાટના રસ્તા ઉપર અગ્રણીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો અને બી.વી.જી.ના તમામ કર્મચારીઓને વૃક્ષો આપેલ અને તેને ઉછેરવાની જવાબદારી સોપવામાં આવેલ. અગ્રણીઓમાં બી.વી.જી. ઇન્ડિયા લી. ગુજરાતના હેડ સંજય માજે, ભૂષણ જાની, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, નગરપાલીકાના ચીફ ઓફીસર જીજ્ઞેશ મહેતા, હેલ્થ ઓફીસર હિરપરા, જયદેવ જાની, રોનકભાઇ પટેલ, સોમનાથ સાઇડ મેનેજર નરેશ ચૌહાણ, ઇન્ચાર્જ વિકાસ કરમા, હિતેષ ટીમાણીયા, હિતેશ દામોદરા, યોગેશ ટીમાણીયા, રવિ ચૌહાણ, દેવશી ભોળા, વિશાલ મકવાણા સહિત બી.વી.જી.ની ટીમ અને બી.વી.જી.ના સફાઇ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહેલ હતા. કાર્યક્રમની તસ્વીર.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)(૪૫.૭)

(10:39 am IST)