Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

રેલ્વેની બલિહારીઃ કોડીનારમાં મીટરગેજ ટ્રેન વર્ષોથી બંધ

તાલાળા-વિસાવદર-અમરેલીની મીટરગેજ ટ્રેનો શરૂ કરાવવા લોક આંદોલન થઇ રહયા છે કોડીનારમાં લોકો મોૈન???: કોડીનારને કેન્દ્રની બ્રોડગ્રેજની લોલીપોપ આપી મીટર ગેજ સુવિધા પણ છીનવાઇ છતાં રાજનેતાઓ મોૈન

કોડીનાર તા.૧૧: કોડીનાર શહેરમાં ગાયકવાડ સ્ટેટની મીટરગેજ રેલ્વે રેલ્વે તંત્ર દ્વારા કોઇપણ કારણ વિના વર્ષોથી બંધ કરી સસ્તી મુસાફરીની સુવિધાઓ છીનવી લીધી હોવા છતા કોડીનારના અગ્રણીઓ રેલ સુવિધાઓ ફરી શરૂ કરાવવા કોઇ કાર્યવાહી નકરતા લોકોમાં રોષ ફેલાયો છે.

હાલમાં કોડીનાર સહિત ગીર પંથકમાં ભારે વરસાદના કારણે તાલાળા-વિસાવદર-અમરેલી-ઉના-દેલવાડા ની મીટરગેજ ટ્રેનો ૨૪ દિવસથી રેલ્વે તંત્ર બંધ કરતા આ ટ્રેનો ફરી શરૂ કરાવવા આ વિસ્તારના લોકો ચાર-ચાર દિવસથી આંદોલન કરી રહયા છે ત્યારે બીજી બાજુ રેલ્વે તંત્ર એ કોડીનાર-વેરાવળ મીટરગેજ રેલ વર્ષો પહેલા બંધ કરી હોવા છતાં રાજકીય આગેવાનો કોડીનારની એકમાત્ર ટ્રેન શરૂ કરાવવા આગળ ન આવતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે. કોડીનારમાં શરૂઆતમાં દિવસમાં ર કોડીનાર-વેરાવળ મીટર ગેજ ટ્રેન સેવા લોકોને મળતી હતી. ત્યારબાદ રેલ્વે બાબુઓએ એક ટ્રેન બંધ કરતા દિવસમાં ફકત એક જ ટ્રેન કોડીનાર આવતી હતી તેને પણ વર્ષો પહેલા રેલ્વે તંત્રએ એકાએક કોઇપણ કારણ વિના બંધ કરી દેવાતા કોડીનાર રેલ્વે સ્ટેશન સુમસામ ભાસી રહયું છે.

કેન્દ્ર દ્વારા ૨૦૦૯માં કોડીનાર ને બ્રોડગેજ સુવિધા આપવાનું જાહેર કરવા છતા ૯-૯ વર્ષ સુધી બ્રોડગેજનાં ોકઇ ઠેકાણા નથી ત્યાં બ્રોડગેજની લોલીપોપ આપી કોડીનારની એકમાત્ર મીટરગેજ પણ બંધ કરી કોડીનાર ને રેલ્વેના નકશામાંથી બહાર કરી દેવાયા હોવા છતાં લોકોની સુવિધા માટે આ ફરી શરૂ કરાવવા કોઇ રાજકીય આગેવાનો કે લોકહિતનું બેનર લઇને ફરતા કહેવાતા લોકોના હમદર્દો પણ આ મુદ્દે અકળ મોૈન સેવી રહયા છે ત્યારે હવે લોકો એ જ આગળ આવી લડત ચલાવી પડે તેવા સંજોગો બની રહયા છે.

૧૯૩૬માં ગાયકવાડ સરકારે કોડીનારને રેલ સુવિધા આપી- કેન્દ્ર સરકારે કોડીનારની રેલ સુવિધા આંચકી!!!

વડોદરા રાજયના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ૧૯૩૬માં પ્રાંચી રોડ રેલ્વે સ્ટેશનથી કોડીનાર સુધીની મીટરગેજ રેલ્વે ચાલુ કરાવી હતી. ૧૯૩૬માં કોડીનાર રેલ્વે સ્ટેશનનું ઉદ્દઘાટન કરવા ખુદ મહારાજા સયાજીરાવ ગાયકવાડ કોડીનાર આવ્યા હતા રાજાશાહીએ કોડીનારને આપેલી રેલ્વે સુવિધામાં વધારો કરવા કે મીટરગેજને બ્રોડગેજમાં રૂપાંતરીયત કરવાના બદલે હયાત એકમાત્ર ટ્રેન પણ મોદીની કેન્દ્ર સરકારે બંધ કરતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.(૧.૩)

(9:46 am IST)