News of Friday, 10th August 2018

પોરબંદરમાં કોંગ્રેસ આગેવાનો સહિત ૪૦ સામે મગફળીનાં ગોડાઉનમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યાની ફરીયાદ

પોરબંદર : પોરબંદરનાં સુભાષનગર ગોદીમાં આવેલ કેયુર સીપીંગમાં ગોડાઉનમાં મગફળીનો જથ્‍થો રાખવામાં આવેલ હોય તેમાં કોંગ્રેસ આગેવાનો સહિતનાં લોકોઅે જનતા રેઇડ પાડી હતી. જેમાં કોંગ્રેસ આગેવાનો સહિત ૪૦ અજાણ્‍યા શખ્‍સો સામે ગોડાઉન કીપરે રાત્રીનાં મરીન હર્બલ પોલીસ સ્‍ટેશનમાં ગેરકાયદે પ્રવેશ કર્યાની ફરીયાદ નોંધાવી છે.

(12:03 am IST)
  • રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણીમાં જેડીયુને સમર્થન આપ્યું ભાજપને નહીં ;બીજેડીએ કહ્યું કે વૈચારિક સમાનતાને કારણે જેડીયુને સમર્થન આપ્યું અને ભાજપ અને કોંગ્રેસથી અંતર રાખ્યું છે : ઓરિસ્સામાં સત્તારૂઢ બીજેડીયુના અધ્યક્ષ નવીન પટનાયકએ જેડીયુના અધ્યક્ષ નીતીશકુમાર સાથે વાતચીત કર્યા બાદ જેડીયુના ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહને સમર્થન આપ્યું હતું access_time 12:27 am IST

  • આસામના મુખ્યમંત્રીની જીભ લપસી :કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદને કહ્યા 'પંડિત રવિશંકર ' ; મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે 'ડીઝીટલ નોર્થ ઇસ્ટ વિઝન-2022;ના દસ્તાવેજના લોકાર્પણ વેળાએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું '' હું ખાસકરીને પંડિત રવિશંકર જી ને ધન્યવાદ કરવા ઈચ્છીશ "જોકે બાદમાં ભૂલ સમજાતા માફી માંગી હતી access_time 12:41 am IST

  • રોહીંગ્યા શરણાર્થીની વાપસીનો માર્ગ ખુલવા સંભવ :બાંગ્લાદેશ,અને મ્યાંમારએ વિદેશ મંત્રાલય વચ્ચે વાતચીત કરવા હોટલાઇન સેવા શરુ :મ્યાંમારના ઓફિસ ઓફ સ્ટેટ કાઉન્સીલરના મંત્રી કયાવ ટિન્ટ સર્વે અને બાંગ્લાદેશના વિદેશમંત્રી અબુલ હસન મહમૂદ અલી વચ્ચે મ્યાંમારની રાજધાની નેપડામાં બેઠક યોજાઈ હતી access_time 12:17 am IST