Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

જામનગરના ચિલ્ડ્રન હોમમાં બાળકોને સ્ટમ્પ અને લાકડીથી માર મારવાના ગુનામાં હાઉસફાધર સુમિત દાવદરા સામે ગુનોઃ ધરપકડ

જામનગરઃ જામનગરના સાધના કોલોની મેઈન રોડ પર આવેલ બાળસંરક્ષણગૃહમાં જિલ્લા કલેક્ટર દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તપાસ દરમિયાન નાના બાળકોએ પોતાની આપવીતી જણાવી હતી.

 

જેમાં તેમણે કહ્યું હતું કે સુમિત સર અમને ધાકધમકી આપીને માર મારતા હતાં.  છેલ્લા એકાદ સપ્તાહથી  હાઉસ ફાધર તરીકે ફરજ બજાવતા સુમિતભાઈ બાબુભાઈ દાવદરાએ યાતનાઓ આપવાનું શરૂ કર્યું હતું. ચિલ્ડ્રન હોમના નિયંત્રણમાં રહેલા બાળકો પૈકી કેટલાક બાળકોને હાઉસ ફાધર દ્વારા બિનજરૂરી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. ચિલ્ડ્રન હોમના કેટલાક બાળકોને ક્રિકેટના સ્ટમ્પ વડે માર મારી લાફા મારવામાં આવતા હતા. તે ઉપરાંત કોમ્પ્યુટરના ડેટા કેબલ મારફતે વિજ કરંટ આપવાનો ડર પણ બતાવવામાં આવ્યો હતો.

પોલીસે આઈપીસી કલમ ૩૨૩ અને જુવનઈલ જસ્ટીશ એકટની કલમ 23 તેમજ જીપીએકટ કલમ 135 (1) મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને કેટલાક બાળકોના નિવેદન નોંધવાનું શરૂ કર્યા છે.

(5:53 pm IST)