News of Friday, 10th August 2018

બામણબોરમાં ચોરીના ગુનામાં ફરાર અરવિંદ કોળી ચોરાઉ બાઇક સાથે ઝડપાયો

ક્રાઇમ બ્રાંન્ચ એ કોળી શખ્સને લાલપરીના પુલ પાસેથી દબોચ્યો

રાજકોટ તા ૧૦ : બામણબોરમાં ચોરીના ગુન્હામાં ફરાર કોળી શખ્સને ક્રાઇમ બ્રાંચે લાલપરીના પુલ પાસેથી ચોરાઉ બાઇક સાથે ઝડપી લીધો છે.

મળતી વિગત મુજબ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ ની સઇુચનાથી ક્રાઇમ બ્રમંચના પી.એસ.આઇ. એચ.એમ. ગઢવી ના માર્ગદર્શન હેડળ પી.એસ.આઇ કે.કે. જાડેજા, સિધ્ધરાજસિંહ, રાજેશભાઇ, વિરદેવસિંહ, ડાયાભાઇ, ઇન્દ્રજીતસિંહ અને વિજયભાઇ સહિત પેટ્રલિંગમાં હતા ત્યારે વિરેદેવસિંહને મળેલી બાતમીના આધારે લાલપરીના પુલ પાસેથી ચોટીલાના ગારીડા ગામનો અરવિંદ ઉર્ફે પાગલ ચનાભાઇ કુંભાણી (ઉ.વ. ૨૪) ને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો. પોલીસે તેની પુછપરછ કરતા અરવિંદ બામણબોરમાં ચીરોના ગુનામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળતા તેની ધરપકડ કરી હતી.

(4:14 pm IST)
  • આસામના મુખ્યમંત્રીની જીભ લપસી :કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદને કહ્યા 'પંડિત રવિશંકર ' ; મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે 'ડીઝીટલ નોર્થ ઇસ્ટ વિઝન-2022;ના દસ્તાવેજના લોકાર્પણ વેળાએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું '' હું ખાસકરીને પંડિત રવિશંકર જી ને ધન્યવાદ કરવા ઈચ્છીશ "જોકે બાદમાં ભૂલ સમજાતા માફી માંગી હતી access_time 12:41 am IST

  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST

  • રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણીમાં જેડીયુને સમર્થન આપ્યું ભાજપને નહીં ;બીજેડીએ કહ્યું કે વૈચારિક સમાનતાને કારણે જેડીયુને સમર્થન આપ્યું અને ભાજપ અને કોંગ્રેસથી અંતર રાખ્યું છે : ઓરિસ્સામાં સત્તારૂઢ બીજેડીયુના અધ્યક્ષ નવીન પટનાયકએ જેડીયુના અધ્યક્ષ નીતીશકુમાર સાથે વાતચીત કર્યા બાદ જેડીયુના ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહને સમર્થન આપ્યું હતું access_time 12:27 am IST