Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

આવતીકાલે ગોંડલ ખાતે નવા કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ : ચીફ જસ્ટીસ-મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે

કુલ ૧૫ કોર્ટોનો સમાવેશ થશેઃ ૪૦ કરોડના ખર્ચે કોર્ટ બિલ્ડીંગનું નવનિર્માણ

રાજકોટ તા. ૧૦ : રાજકોટ જીલ્લાના ગોંડલ ખાતે આવતીકાલે નવા કોર્ટ બિલ્ડીંગના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો છે.

ચાર માળના નવા કોર્ટ સંકુલનું આવતીકાલે ઉદ્દઘાટન થનાર છ.ે આ માટે તા. ૧૧/૮/૧૮ અને શનિવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીશ આર. સુભાષ રેડી તથા રાજકોટ જીલ્લાના યુનિક જજ અને હાઇકોર્ટ જજ પરેશભાઇ ઉપાધ્યાય ઉપસ્થિત રહેનાર છે.

રાજકોટ જીલ્લાના મુખ્ય ન્યાયાધીશ શ્રી ગીતાબેન ગોપી, ગોંડલના એડી.ડીસ્ટ્રીકટ જજ જે.એન. વ્યાસ તેમજ ગોંડલ બાર એસો.ના પ્રમુખ જે.બી.કાલરીયા દ્વારા આ કાર્યક્રમ યોજાનાર છે.

આ કાર્યક્રમમાં ગુજરાતના કાયદામંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપરાંત રાજકોટ જીલ્લાના સીનીયર જુનિયર વકીલો પણ ઉપસ્થિત રહેનાર છ.ે

રૂ. ૪૦ કરોડના ખર્ચે ગોંડલમાં આ અદ્યતન ન્યાયાલય બનાવવામાં આવે છે જુનુ બિલ્ડીંગ જર્જરીત થઇ જતા તેની જગ્યાએ આ નવુ બિલ્ડીંગ તૈયાર થઇ જા આવતીકાલે લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો છે.

કુલ ત્રણ માળના આ બિલ્ડીંગમાં ૧પ કોર્ટોનો સમાવેશ કરાયો છે. જેમાં બે સેસન્સ કોર્ટ બે સીનીયર કોર્ટ ત્રણ ફોજદારી કોર્ટ સહિત કુલ ૧પ કોર્ટોનો સમાવેશ થશે.

આ નવનિર્માણ થયેલ કોર્ટ બિલ્ડીંગમાં ખાસ પોકસો કોર્ટનો પણ સમાવેશ કરાયો છ.ે આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ જીલ્લા અને ગોંડલ કોર્ટ તેમજ ગોંડલ બાદ એસો.દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છ.ે

(3:53 pm IST)