Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

મોરબી જળ હોનારતનાં દિવસે શ્રાવણવદ ચોથ અને ૧૭મુ રોઝુ હતુ

આવતા શનિવારે મોરબી જળ પ્રલયની ર૯મી વરસી છે ત્યારે જાણીએ કે આ જળ હોનારત કેવી રીતે સર્જાઇ હતી ? તા.૧૧-૮-૭૯ના જળ પ્રલયના દિવસે શ્રાવણવદની ચોથ અને મુસ્લિમ માસ રમઝાનનુ઼ સતરમુ રોઝુ તથા વાર હતો શનિવાર

વાંકાનેર તા.૧૦ : માત્ર મોરબી શહેરની આસપાસ વરસેલા ભારે વરસાદથી આજથી ર૯ વર્ષ પહેલા મોરબીમાં જળ હોનારત નહોતી સજાઇ પરંતુ વાંકાનેર મોરબી કુવાડવા સહિતના વિસ્તારોમાં સાર્વત્રીક સતત ત્રણેક દિવસ અવિરત વરસાદ બાદ ચોથા દિવસે મોરબીમાં ભારે જાનહાની સર્જનારી જળ હોનારત સર્જાઇ હતી.૪૯ ફૂટની ઉંચાઇ ધરાવતો અને વિશાળ જળરાશી સંગ્રહની ક્ષમતા ધરાવતા મચ્છુ-૧ ડેમ ઉપરથી ૧૪ ફૂટ ઉપરાંતનો સમુદ્રના પ્રવાહ માફક ભયાવહ ઓવરફલો થઇ રહયો હતો. વાંકાનેરથી મોરબીનુ રોડ અંતર માત્ર ૩૦ કિ.મી. જેટલું છે. મચ્છુ-૧ ડેમનું બધુ પાણી ઓવરફલો થઇ મચ્છુ નદી મારફતે મચ્છુ-ર ડેમમાં ઝડપથી પહોંચતુ હોય છે. આ દિવસે મચ્છુ-૧ ડેમ પરનો વિશાળ જથ્થો રૌદ્ર સ્વરૂપે મચ્છુ-રમાં એકત્રથતા આ ભારે પ્રલયકારી પ્રવાહે મચ્છુ-ર ડેમની એક સાઇડ ડેમેજ થતા પુર પ્રકોપ મોરબી શહેરમાં અચાનક ફરી વળ્યો હતો. હજારો માનવો - પશુઓ - અબોલ જીવોના શ્વાસ આ પુરના ભયજનક પાણીએ રૃંઘાવી દઇ થંભાવી દીધા.૧૯૭૯ના હોનારતનો દિવસ શનિવાર હતો. જયારે હાલ ર૯ વર્ષ બાદ એજ તારીખે એજ વાર જોવા મળ્યો રહયો છે.

ર૯ વર્ષ પુર્વેના જળ પ્રલયની કરૂણતા એ હતી કે આ દિવસે બંન્ને સમુદાયના ઉપવાસના પવિત્ર ધાર્મિક મહિનાઓ શ્રાવણ અને રમઝાન ચલાવી રહયા હતા.શ્રાવણ વદની ચોથ હતી અને રમઝાન માસનું સતરમુ રોઝુ હતુ.

(11:55 am IST)