News of Friday, 10th August 2018

મહિલા સ્વચ્છતા જાગૃતિ તેમજ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી

મહિલાઓ સ્વચ્છાગ્રહી બની પરિવાર અને સમાજમાં રોલ મોડેલ બનેઃ જિલ્લા વિકાસ અધિકારી પ્રસશ્તિ પારીક* કોપોરેશન વિસ્તારમાં એક પણ ઘર ટોયલેટથી વંચિત ન રહે તે બાબતે મહાનગરપાલીકા પ્રયત્નશીલ છેઃ કમિશ્નર આર.બી.બારડ

મોરબી, તા.૧૦: મહિલા સશકિત પખવાડીયા અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જામનગર મહાનગરપાલીકાના  સંયુકત ઉપક્રમે મહિલા સ્વચ્છતા જાગૃતિ તેમજ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી જામનગરના ટાઉનહોલ ખાતે કરવામાં આવી.

આ તકે મેયરશ્રી હસમુખભાઇ જેઠવા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નયનાબેન માધાણીએ મહિલાઓને સ્વચ્છતાના આગ્રહી થઇ દ્યરથી જ સ્વચ્છતાની શરૂઆત કરી દેશને સ્વચ્છ બનાવવા સુધીના સંકલ્પ લેવડાવ્યા હતા. જો મહિલા સ્વચ્છતાની આગ્રહી હશે તો દ્યરમાં માંદગીથી પણ રક્ષણ મળી શકશે તેમજ બાળકો નિરોગી અને સ્વસ્થ રહી શકશે. સાથે સાથે મહિલા સ્વાવલંબન થકી દેશના વિકાસમાં પણ સહયોગ આપી શકશે.   

 આ પ્રસંગે મહિલાઓ દ્યર પરિવારમાં સ્વચ્છાગ્રહી બની સમગ્ર સમાજ તેમજ દેશ માટે પ્રેરણાદાયી બને તેમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રસશ્તિ પારીકે ઉપસ્થિત મહિલા સદસ્યોને જણાવ્યુ હતુ. સાથે સાથે સ્વાવલંબન પર ભાર મુકતા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ મહિલાઓને કોઇપણ ક્ષેત્રમાં કાર્યરત થઇ સ્વાવલંબિત થવા અપીલ કરી હતી.    

આ કાર્યક્રમમાં કમિશ્નરશ્રી આર.બી.બારડે ઉપસ્થિત મહિલાઓને સ્વચ્છતા તેમજ  સ્વાવલંબન બાબતે વિશેષ માર્ગદર્શન આપ્યુ હતુ અને કોર્પોરેશન વિસ્તારમાં એક પણ ઘર ટોયલેટથી વંચિત ન રહે તે બાબતે મહાનગરપાલીકા પ્રયત્નશીલ છે તેમ જણાવ્યુ હતુ.

     આ તકે મહિલા સ્વસહાય જુથની મહિલાઓ દ્વારા સાફલ્ય ગાથાઓ રજુ કરવામાં આવી હતી તેમજ જામનગર મહાનગરપાલીકા દ્વારા સ્વચ્છતા અંગેની ડોકયુમેન્ટરી પ્રદર્શિત કરાઇ હતી. જયારે ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કચરામાંથી ખાતર બનાવવા અંગેની ફિલ્મ દર્શાવાઇ હતી.

આ તકે ડિમ્પલબેન રાવલ, રચનાબેન નંદાણીયા, મેઘનાબેન, કૃષ્ણાબેન, હંસાબેન, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.યુ.મકવા, કોર્પોરેશનના શ્રી રાણાભાઇ, ડી.આર.ડી.એ. અને કોર્પોરેશનના કર્મચારીઓ તેમજ વિશાળ સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં સહભાગી થવા અનુરોધ

 જામનગર,ઙ્ગઙ્ગતા.૧૦: ૧૫ ઓગષ્ટ ૨૦૧૮ના ''સ્વાતંત્ર્ય દિન'' ની ઉજવણી તાલુકા કક્ષાની ગ્રામ્ય કક્ષાએ કરવાની હોવાથી કાલાવડ તાલુકાના પીપર ગામે કન્યા શાળાના મેદાન ખાતે સવારે ૯: ૦૦ કલાકે ધ્વજવંદન રાખવામાં આવેલ છે. જેમાં તાલુકાના તમામ નાગરીકોને હાજર રહેવા કાલાવડના મામલતદારશ્રીની યાદીમાં જણાવાયુ છે. (૨૨.૨)

(11:48 am IST)
  • બ્રિટનમાં વાવાઝોડું અને વરસાદ : ચક્રવાત સાથે ભારે વરસાદ થતા રસ્તાઓ ઉપર પાણી ભરાયા access_time 8:24 pm IST

  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST

  • આસામના મુખ્યમંત્રીની જીભ લપસી :કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદને કહ્યા 'પંડિત રવિશંકર ' ; મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે 'ડીઝીટલ નોર્થ ઇસ્ટ વિઝન-2022;ના દસ્તાવેજના લોકાર્પણ વેળાએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું '' હું ખાસકરીને પંડિત રવિશંકર જી ને ધન્યવાદ કરવા ઈચ્છીશ "જોકે બાદમાં ભૂલ સમજાતા માફી માંગી હતી access_time 12:41 am IST