News of Friday, 10th August 2018

કોડીનાર પંથકની એસટી બસ ઘટ્ટની સમસ્યાનો ભોગ બનતા સ્કૂલના બાળકોઃ ખીચોખીચ ભરાય છે

૫૧ સીટની બસમાં ૧૩૦ થી વધુ વિદ્યાર્થી અભ્યાસાર્થે જાય છે :બસ સ્ટેન્ડના દરવાજામાં પગ મુકતા જ પાણીના ખાબોચીયામાં પગ બોળાઇ જાય છે!! તંત્ર પગલા લેતું નથી

કોડીનાર તા.૧૦: કોડીનાર એસ.ટી. બસડેપો માં છેલ્લા કેટલાય સમયથી અનેક વિધ સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે તંત્ર કરોડોના ખર્ચે બનેલા નવા બસસ્ટેન્ડમાં સુવિધા તો પુરી પાડતું નથી. પણ બસ સેવા આપવામાં પણ ગંભીરતા લેતંુ નથી. જેની વાસ્તવિકતા સામે આવતા બસ ડેપોમાં હાજર સોૈ ચોંકી ઉઠયા હતા.

ગઇકાલે સવારે એસ.ટી. ડેપોમાં મુળદ્વારકા-કોડીનાર ચાલતી સ્પેશીયલ વિદ્યાર્થી ફેરાની બસ બસસ્ટોપ પર આવતા તેમાંથી ૧-૨ નહી પણ ૧૩૦ જેટલા છોકરા-છોકરીઓ ઉતરતા આ બસમાં આટલા બધા વિદ્યાર્થીઓ કઇ રીતે બેઠા હશે એ જોઇ સોૈ અચંબીત થઇ ગયા હતા.

જયારે આ અંગે બસમાંથી ઉતરતા વિદ્યાર્થીઓ ને પુછવામાં આવતા તેઓએ જણાવેલ કે અમો સોૈ મઠ, મુળદ્વારકા, ચોૈ.ખાણ ગામના વિદ્યાર્થીઓ અમે આ બસમાં સવારના સમયે સ્કૂલે પહોંચવા માટે આવીએ છીએ અને આજ રીતે ફરી પરત જઇએ છીએ અમો સોે વિદ્યાર્થીઓ પાસ તો કઢાવેલ છે પણ પહેલાથી જ એસ.ટી. તંત્ર એ અમારા રૂટમાં ૧ બસ ફાળવેલી છે જેથી અમો ર બસના વિદ્યાર્થીઓ ૧ બસમાં અપ-ડાઉન કરવા માટે મજબુર બન્યા છીએ.

આ વિગતો પુછતી વખતે ઘણા વિદ્યાર્થીઓ એ જણાવેલ કે અમોએ અનેક વખત આ રૂટમાં ર બસો મુકવાની રજુઆત કરેલ પણ તંત્રએ કોઇ વખત અમારી વાત ધ્યાને લીધી જ નથી અને સવારે અમારા ગામથી સ્કૂલે આવવા કોઇ બીજો વિકલ્પ નથી માટે ના છુટકે આમાં એકબીજાના ખોળામાં બેસીને આવવું પડે છે.

ખાસ કરીને ગર્લ્સ વિદ્યાર્થીનીઓ એતો બસમાં મુસાફરી વખતે કોઇ છેડતી ન કરે તેની પણ તકેદારી રાખવી પડે છે. જેની અમુક ઘટનાઓ જણાવતા હાજર સોૈ એ તંત્ર સામે ફિટકાર વરસાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ રૂટમાં વહેલી તકે તંત્ર ર બસો મુકે જેથી વિદ્યાર્થીઓને આવવા-જવામાં સરળતા રહે તેવું વાલીઓ અને વિદ્યાર્થીઓ ઇચ્છી રહયાં છે.

 જોકે આ અંગે એસ.ટી. ના જવાબદારોનો સંપર્ક કરતા કોઇ સંતોષજનક જવાબો મળ્યા ન હતા અને અમુક અધિકારીનોતો સંપર્ક થઇ શકયો ન હતો.(૧.૩)

(11:46 am IST)
  • નરેન્દ્ર મોદી આઈઆઈટી મુંબઈના ૫૬માં દિક્ષાંત સમારોહમાં સામેલ થયાઃ વિદ્યાર્થીઓને કર્યુ સંબોધનઃ સમગ્ર દેશ આઈઆઈટીના વિદ્યાર્થીઓ પાસેથી પ્રેરણા મેળવે છે અને વિદેશમાં પણ આપણા વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે access_time 3:35 pm IST

  • સરકારની પગારમાં બેધારી નીતીથી શિક્ષકો નારાજ:ગ્રાન્ટેડ શાળાના શિક્ષણ સહાયકો અને સરકારી શિક્ષણ સહાયકોને મળતા પગારમાં ભેદ:ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને સાતમા પગાર પંચનો તફાવત ત્રણ હપ્તામાં આપવા અંગે માંગ:ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહા મંડળ ની ચીમકી access_time 1:17 am IST

  • બ્રિટનમાં વાવાઝોડું અને વરસાદ : ચક્રવાત સાથે ભારે વરસાદ થતા રસ્તાઓ ઉપર પાણી ભરાયા access_time 8:24 pm IST