Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ખેરવાના મહેન્દ્રસિંહ ઝાલાને આબિદે ધોકો ફટકાર્યોઃ દૂકાન ચાલુ રાખવી હોય તો પૈસા દેવા પડશે કહી ૪ હજાર પડાવી ગયો!

રાજકોટ તા. ૧૦: કુવાડવાના ખેરવા ગામે રહેતાં અને પીપરડી ગામના પાટીયા પાસે પાન-બીડીની દૂકાન ધરાવતાં મહેન્દ્રસિંહ સજુભા ઝાલા (ઉ.૫૬) નામના પ્રોૈઢ દૂકાને સાંજે એકલા હતાં ત્યારે ખેરવાના આબીદ અલીભાઇ બાદીએ આવી ઝાપટો મારી તેમજ ખભા પર ધોકો ફટકારી જાનથી મારી નાંખવાની ધમકી આપી 'દૂકાન ખુલ્લી રાખવી હોય તો પૈસા દેવા પડશે' તેમ કહી ગલ્લામાંથી ચારેક હજાર રૂપિયાની રોકડ લઇ ભાગી જતાં આ પ્રોૈઢ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલાએ જાણ કરતાં કુવાડવાના હેડકોન્સ. હમીરભાઇ સબાડે તેની ફરિયાદ પરથી આબીદ સામે ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં નોંધાયું છે કે આબીદ પાની બીડીની કેબીને આવી ગાળો બોલતો હોઇ મહેન્દ્રસિંહે ગાળો બોલવાની ના પાડતાં ઝપાઝપી કરી હતી અને જમણા ખભે ધોકો ફટકારી મારી નાંખવાની ધમકી આપી ભાગી ગયો હતો.

જો કે મહેન્દ્રસિંહે એવો આક્ષેપ કર્યો છે કે આબીદે કારણ વગર ગાળો દઇ માર મારી દૂકાન ચાલુ રાખવી હોય તો પૈસા આપવા પડશે તેમ કહી ધમકાવી ગલ્લામાંથી ચાર હજાર રૂપિયા લઇ લીધા હતાં. પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

(11:45 am IST)
  • યુપી સરકારનો મોટો નિર્ણય :દેવરિયા બાલિકાગૃહ કાંડમાં પોલીસની ભૂમિકાની પણ થશે તપાસ : ગોરખપુરના અપર પોલીસ મહાનિર્દેશક દાવા શેરપાને સોંપી તપાસ : સૂત્રો મુજબ અહીં માન્યતા રદ થયા છતાં બાલિકાગૃહમાં બાળકીઓને રાખવામાં આવતી હતી access_time 12:35 am IST

  • આસામના મુખ્યમંત્રીની જીભ લપસી :કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદને કહ્યા 'પંડિત રવિશંકર ' ; મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે 'ડીઝીટલ નોર્થ ઇસ્ટ વિઝન-2022;ના દસ્તાવેજના લોકાર્પણ વેળાએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું '' હું ખાસકરીને પંડિત રવિશંકર જી ને ધન્યવાદ કરવા ઈચ્છીશ "જોકે બાદમાં ભૂલ સમજાતા માફી માંગી હતી access_time 12:41 am IST

  • અમદાવાદ:રાજ્યમાં કેફી-માદક પદાર્થો પકડવા ડ્રાઈવ રાખવા ડીજીપીનો આદેશ:ડીજીપીએ એ.ટી.એસ.ને કર્યો આદેશ : ડીજીપી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો : રાજ્યભરમાં માદક પ્રદાર્થોને ઝડપી પાડવા હુકમ access_time 7:32 pm IST