Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ઉનાના વોર્ડ નંબર ર માં કોર્ટ વિસ્તારમાં ગંદકી, કાદવ-કિચડને કારણે રોગચાળો : સ્ટ્રીટ લાઇટો બંધ

ઉના, તા. ૧૦ : નગરપાલિકાના વોર્ડ નંબર-રમાં સદસ્ય રીઝવાનબાનુ શાહબુદ્દીન દલે ઉના પ્રાંત કચેરીને લેખીતમાં રજૂઆત કરી છે.

ઉના નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર-રમાં કોર્ટ વિસ્તારમાં વહાલા દવલાની નીતિ અપનાવે છે. સંધીવાડા, તાઇવાડા, કાલીકોટી, મચ્છી માર્કેટ, સંધીવાડા, સૈયદવાડામાં પીવાના પાણીની ડંકી બંધ હાલતમાં છે. વિસ્તારોમાં ગંદકી, કાદવ, કિચડને કારણે રોગચાળાના કેસો વધ્યા છે. સ્ટ્રીટ લાઇટો બંધ છે. ગટર જામ થઇ જતા ગંદુ પાણી રોડ ઉપર વહે છે તો તુરંત સફાઇ કરવા તથા દવાનો છંટકાવ, લાઇટ શરૂ કરવા પીવાના ભાણીની કંડી રીપેર કરવા માંગણી સાથે રજુઆતમાં જણાવેલ છે.(૮.પ)

(11:44 am IST)
  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • આસામના મુખ્યમંત્રીની જીભ લપસી :કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદને કહ્યા 'પંડિત રવિશંકર ' ; મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે 'ડીઝીટલ નોર્થ ઇસ્ટ વિઝન-2022;ના દસ્તાવેજના લોકાર્પણ વેળાએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું '' હું ખાસકરીને પંડિત રવિશંકર જી ને ધન્યવાદ કરવા ઈચ્છીશ "જોકે બાદમાં ભૂલ સમજાતા માફી માંગી હતી access_time 12:41 am IST

  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST