Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

કચ્છ ભુજ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં પેરા લીજલ વોલીંટીયર બનવા તક

ભુજ, તા.૧૦: રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, નવી દિલ્હી અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના માર્ગદર્શન મુજબ કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, કચ્છ-ભુજની વિવિધ કાનૂની જાગૃતિના કાર્યક્રમોમાં પેરા લીગલ વોલેન્ટીયર્સ બનવા ઈચ્છતા લોકોએ જરૂરી ફોર્મ જિલ્લા કાનૂની સેવા સત્ત્।ામંડળ, જિલ્લા અદાલત, કચ્છ-ભુજની કચેરીમાંથી મેળવી તા.૨૭ સુધીમાં ભરીને આ કચેરીને જમા કરાવવા જણાવાયું છે.

પેરા લીગલ વોલેન્ટીયર અને સામાન્ય નાગરિક અને કાનૂની કેન્દ્રો વચ્ચે સેતુનું કાર્ય કરે છે અને છેવટે પેટા લીગલ વોલેન્ટીયરના માધ્યમથી કાનૂની સહાયતા કેન્દ્રો પોતાની સેવા જરૂરિયાતમંદ લોકોના ઘર સુધી પહોંચાડે છે.

આ માનદ સેવા આપવા ઈચ્છતા સરકારી કચેરીઓના કર્મચારીઓ, અધિકારીઓ, યુનિવર્સિટીના અનુસ્નાતક કક્ષાના વિધાર્થીઓ, નિવૃત અધિ/કર્મચારીઓ, સેમેસ્ટર-૧ અને ૨ ના લો સ્ટુડન્ટ અને એન.જી.ઓ સાથે જોડાયેલા કાર્યકરો, સામાજિક કાર્યકરો, નર્સ, ડોકટર, શિક્ષકો વગેરે પેરા લીગલ વોલેન્ટીયર બનવા માટેની નજીકની તાલુકા અદાલત તથા જિલ્લા કક્ષાએ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, જિલ્લા અદાલત, કચ્છ-ભુજનો સંપર્ક સાધવા દિલીપસિંહ બી.ગોહિલ સચિવ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, કચ્છ-ભુજની યાદીમાં જણાવાયું છે.(૨૩.૩)

(11:41 am IST)